Get News Alerts

Never miss breaking news updates.

10 ગ્રામ સોનાનો ભાવ 6,000 રૂપિયા, ચાંદીમાં 16,000 રૂપિયાનો કડાકો

છેલ્લા 20 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. તેવામાં આજે ભારતમાં શેરબજારમાં ભારે કડાકો જોવા મળી રહ્યો હતો. તેમા ભારતમાં આજે સોનું 6 હજાર અને ચાંદીનો ભાવમાં 16000 હજારની રૂપિયાનો ઘટાડો નોંધાવામાં આવ્યો હતો.
Admin
AdminUpdated on: 19 Mar 2026 03:52 PM IST
10 ગ્રામ સોનાનો ભાવ 6,000 રૂપિયા, ચાંદીમાં 16,000 રૂપિયાનો કડાકો10 ગ્રામ સોનાનો ભાવ 6,000 રૂપિયા, ચાંદીમાં 16,000 રૂપિયાનો કડાકો

શેર બજારમાં આજે મોટો ધમાકો જોવા મળ્યો છે. સૌથી વધુ અસર કોમોડિટી માર્કેટ પર પડી છે, જ્યાં સોનું અને ચાંદીના ભાવમાં ભારે કડાકો થયો છે. MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 6,000 રૂપિયાની ઘટાડાથી ₹1,47,000 પર પહોંચ્યો છે, જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 16,000 રૂપિયાની ઘટાડા સાથે ₹2,33,000 નોંધાયા છે. સ્થાનિક સોની બજારમાં 10 ગ્રામ સોનાના ભાવ ₹1,52,700 અને એક કિલો ચાંદીના ભાવ ₹2,37,000 નોંધાયા છે.

યુદ્ધ અને વૈશ્વિક અસરોને કારણે સોનું અને ચાંદીમાં વઘારો ગયા મહિનામાં નોંધાયો હતો, પરંતુ આજે કડાકાની અસર સાથે તેની વળતરની તીવ્રતા જોવા મળી છે. શેર બજારમાં પણ ધટાડો નોંધાયો છે, જેમાં મુખ્ય ઇન્ડેક્સીસે મોટી ઊંચ-નીચ નોંધાવી. રોકાણકારો વચ્ચે અવિશ્વાસનો માહોલ છે, જે સ્થાનિક અને વૈશ્વિક ઘટનાઓને લઈને ભારે વેચાણમાં બદલાયો છે.

આવી સ્થિતિમાં નિષ્ણાતો રોકાણકારોને સૂચવે છે કે, બજારની ગતિ પર ધ્યાન રાખવું અને સાવધાનીપૂર્વક રોકાણ કરવું જરૂરી છે. ગહન અવલોકન સાથે બજારમાં આવેલા ફેરફારોને ધ્યાનમાં લઈને આગળની યોજનાઓ બનાવવી મહત્વપૂર્ણ છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.