Get News Alerts

Never miss breaking news updates.

હનુમાન જયંતિ પર “રામાયણ”નો ટીઝર રિલીઝ

ટીઝરમાં વનવાસની ઝલક પણ દર્શાવવામાં આવી છે, જેમાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ પોતાના પિતાના આદેશનું પાલન કરતા અયોધ્યાથી નીકળતા જોવા મળે છે. ભવ્ય સેટ્સ, રથો, અને મોટી સંખ્યામાં લોકો વચ્ચે પસાર થતા દ્રશ્યો ફિલ્મની વિશાળતા દર્શાવે છે.
Admin
AdminUpdated on: 02 Apr 2026 12:05 PM IST
હનુમાન જયંતિ પર “રામાયણ”નો ટીઝર રિલીઝહનુમાન જયંતિ પર “રામાયણ”નો ટીઝર રિલીઝ

હનુમાન જંયતિ ના પાવન અવસર પર બહુ પ્રતિક્ષિત ફિલ્મ રામાયણનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું દિગ્દર્શન નિતેશ તિવારી કરી રહ્યા છે અને મોટા પાયે તેની તૈયારીઓ ચાલી રહી છે.

ફિલ્મમાં ભવ્ય સ્ટારકાસ્ટ જોવા મળશે. રનબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવી રહી છે. ઉપરાંત, સની દેઓલ ભગવાન હનુમાનના રોલમાં, રવી દુબે લક્ષ્મણના પાત્રમાં અને સાઉથના સુપરસ્ટાર યસ રાવણની મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

ટીઝરની શરૂઆતમાં આશરે 20 સેકન્ડમાં રનબીર કપૂરનો ભગવાન રામ તરીકે પહેલો લુક જોવા મળે છે, જેમાં તેઓ હાથમાં ધનુષ્ય લઈને ઉભા છે. ત્યારબાદ 34 સેકન્ડે એક ભવ્ય દ્રશ્ય જોવા મળે છે, જેમાં તેઓ ભીડમાંથી પસાર થાય છે અને તેમના પર ફૂલવર્ષા થાય છે.

ટીઝરમાં વનવાસની ઝલક પણ દર્શાવવામાં આવી છે, જેમાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ પોતાના પિતાના આદેશનું પાલન કરતા અયોધ્યાથી નીકળતા જોવા મળે છે. ભવ્ય સેટ્સ, રથો, અને મોટી સંખ્યામાં લોકો વચ્ચે પસાર થતા દ્રશ્યો ફિલ્મની વિશાળતા દર્શાવે છે.

લગભગ 1 મિનિટ 14 સેકન્ડના ટીઝરમાં રનબીર કપૂર ભગવાન રામના રૂપમાં ખાસ અસરકારક દેખાય છે, જે દર્શકોના દિલને સ્પર્શે છે.

રિપોર્ટ્સ મુજબ, ફિલ્મ બહુ મોટા બજેટમાં બનાવાઈ રહી છે અને તેની એક્શન સિક્વન્સને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે નિષ્ણાતો કામ કરી રહ્યા છે. ફિલ્મનો પહેલો ભાગ 2026ની દિવાળી પર રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ 2027ની દિવાળી પર રિલીઝ થવાનો છે.

ફિલ્મની જાહેરાતથી જ તે ચર્ચામાં છે અને હવે ટીઝર રિલીઝ થયા બાદ ચાહકોની આતુરતા વધુ વધી ગઈ છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.