Get News Alerts

Never miss breaking news updates.

લો બોલો! જીવતા સિંગરને ગૂગલે મૃત ગણાવ્યો તો ઇન્સ્ટા પોસ્ટ મૂકીને લખ્યું - અભી હમ જિંદા હૈ

Swaroop Khan: ગૂગલે એક એવી ભૂલ કરી છે, જે ગણતરીના સમયમાં જ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે. વાત એમ છે કે, રાજસ્થાનના ફેમશ સિંગર સ્વરૂપ ખાનને ગૂગલે મૃત જાહેર કરી દીધા હતા. જો કે, આ પહેલાં આવી ઘટના ઘણા લોકો સાથે થઈ છે.
Admin
AdminUpdated on: 04 Jun 2026 10:22 PM IST
લો બોલો! જીવતા સિંગરને ગૂગલે મૃત ગણાવ્યો તો ઇન્સ્ટા પોસ્ટ મૂકીને લખ્યું - અભી હમ જિંદા હૈલો બોલો! જીવતા સિંગરને ગૂગલે મૃત ગણાવ્યો તો ઇન્સ્ટા પોસ્ટ મૂકીને લખ્યું - અભી હમ જિંદા હૈ

Swaroop Khan: ગૂગલે એક એવી ભૂલ કરી છે, જે ગણતરીના સમયમાં જ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે. વાત એમ છે કે, રાજસ્થાનના ફેમશ સિંગર સ્વરૂપ ખાનને ગૂગલે મૃત જાહેર કરી દીધા હતા. જો કે, આ પહેલાં આવી ઘટના ઘણા લોકો સાથે થઈ છે.

આ ખોટી જાણકારી બાદ સિંગરે પોતે આગળ આવીને જાહેરાત કરી હતી કે, તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને જીવિત છે. સ્વરૂપ ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર ખોટી જાણકારીનો સ્ક્રિનશોટ પણ શેર કર્યો હતો. જેમાં તેમના મોતની તારીખ 2 જૂન, 2026 દર્શાવવામાં આવી હતી. આ સાથે જ તેમણે મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે, અભી હમ જિંદા હૈ અને ગૂગલ ઇન્ડિયાને પણ ટેગ કર્યા હતા.

લોકોએ ગૂગલ પર સવાલ ઉઠાવ્યાં
સ્વરૂપ ખાને પોતે પોસ્ટ કરતા તેમના ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો. કેટલાક લોકોએ તેમના સ્વસ્થ હોવાની વાત અંગે ખુશી વ્યક્ત કરી હતી તો કેટલાક યુઝર્સે ગૂગલની આ મોટી ભૂલ પર સવાલ ઉઠાવ્યાં હતા.

2 જૂને સમાચાર સામે આવ્યા
મળતી માહિતી પ્રમાણે, સ્વરૂપ ખાને આ વાત ત્યારે ખબર પડી હતી, જ્યારે લોકો આ અંગે ચર્ચા કરતા હતા. જે દિવસે રાજસ્થાનમાં રેતીનું તોફાન આવ્યું ત્યારે એક રિસોર્ટની દીવાલ પડી ગઈ હતી અને સ્વરૂપ ખાનનું મોત થયું હતું, આ અફવા ઉડી હતી. જ્યારે હકીકતમાં તે દિવસે સ્વરૂપ ખાન ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પર્ફોર્મ કરી રહ્યા હતા.

કોણ છે સ્વરૂપ ખાન?
ઉલ્લેખનીય છે કે, સ્વરૂપ ખાને ઘણાં હિટ ગીતો આપ્યા છે. જેમ કે, ઠરકી છોકરો અને પદ્માવતનું ઘૂમર ગીત. આ સિવાય તેમણે ઇન્ડિયન આઇડલમાં પણ ભાગ લીધો હતો.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.