પાટણમાં પોલીસનો કડક એક્શન લુખ્ખા તત્ત્વોનો વરઘોડો કાઢ્યો



પાટણમાં પોલીસનો કડક એક્શન લુખ્ખા તત્ત્વોનો વરઘોડો કાઢ્યો



પાટણમાં લુખ્ખા તત્ત્વોનો આંતક દિવસે દિવસે વધી ગયો ગયો હોય તેમ લુખ્ખા તત્ત્વો બજારમાં આંતક મચાવી રહ્યા છે.. તા 15 માર્ચે પાટણમાં આવેલા ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ ઉપર કેટલાક લુખ્ખા તત્વોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ વાતની ખબર પોલીસને પડતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચતા 20 જેટલા લુખ્ખા તત્ત્વોએ પોલીસ ઉપર જ હુમલો કર્યો હતો. અને સરાકરી અને ખાનગી મિલકતને નુકશાન પહોંચાડ્યુ હતુ. બીજા દિવસે પોલીસે 20 જેટલા લુખ્ખા તત્ત્વોને ધરપકડ કરી કાયદાનું ભાન કરવા વરરઘોડો કાઢવામાં આવ્યો હતો.
પાટણ જીલ્લામાં લુખ્ખા તત્ત્વોનો આંતક વધતો જતો હોય છે. તેમને કોઈ ડર નથી તેવી રીતે તેવો પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો. તા 15 માર્ચે રાત્રીના સમયે કેટલાક લુખ્ખા તત્ત્વો ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ ઉપર હુમલો કર્યો હતો. જેથી તેવો બચવા માટે પોલીસને ફોન કર્યો હતો પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પણ 20 જેટલા લુખ્ખા તત્ત્વોઓએ પોલીસ અને પોલીસના વાહનો ઉપર હુમલો કર્યો હતો. તેને લઈને પોલીસ પોતાનો જીવ બચાવા માટે ત્યાથી ભાગી ગયા હતા. તેવામાં પોલીસ 8 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બીજા દિવસે પોલીસે આરોપીઓને શોધખોડ ધરપકડ કરીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ. અને જાહેરમાં કાયદાનું ભાન કરવા માટે પોલીસે તેમનુ સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. એક સમયે તલવાર અને ધારીયાથી આંતક મચાવનાર લુખ્ખા તત્ત્વો પોલીસ દ્વારા હાથ જોડી કરગતા હતા. પોલીસ ખુદ આ લુખ્ખા તત્ત્વો સામે પોલીસ ફરિયાદી બની હતી. ગુજરાતના પોલીસ દ્વારા સખત સંદેશ આપવા માગે છે કે લોકો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. તેવો સંદેશો આપવા માગે છે.




