શનિ જયંતિએ 13 વર્ષ બાદ બનશે શુભ સંયોગ, આ 5 રાશિઓ પર થશે શનિ દેવની કૃપા



ફાઇલ ફોટો
શનિ જયંતિએ 13 વર્ષ બાદ બનશે શુભ સંયોગ, આ 5 રાશિઓ પર થશે શનિ દેવની કૃપા



ફાઇલ ફોટો
Shani Jayanti 2026: આ વર્ષે શનિ જયંતી 16મી મે, 2026ના દિવસે ઉજવવામાં આવશે. તેને શનિ અમાસ કે શનૈશ્ચરી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જેઠ માસની અમાસના દિવસે જ શનિ દેવનો જન્મ થયો હતો. તેથી દરવર્ષે આ દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે શનિ જયંતિ શનિવારના દિવસે જ આવશે, જેને બહુ દુર્લભ સંયોગ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, આવો સંયોગ 13 વર્ષ બાદ બની રહ્યો છે. આ વિશેષ દિવસનો પ્રભાવ કેટલીક રાશિઓ પર ઘણો સારો થશે અને તેમના જીવનમાં સારા બદલાવ જોવા મળી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે શનિ જયંતિ ઘણું સારું પરિણામ લઈને આવી શકે છે. નોકરીમાં પ્રગતિ અને સેલેરી વધવાના યોગ બની રહ્યા છે. નવી નોકરી મળી શકે છે. કરિયર સંબંધિત સમસ્યાઓમાં રાહત મળવાની સંભાવના છે. કામકાજમાં જોડાયેલી સમસ્યામાં રાહત મળવાની સંભાવના છે. કામકાજમાં સુધારો જોવા મળશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સંયોગ ખૂબ જ ભાગ્યશાળી રહેશે. વેપારમાં લાભ મળવાના યોગ બની રહ્યા છે. અધૂરા પડેલા કામ પૂરા થઈ શકે છે. નોકરિયાત લોકોને પ્રમોશન મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત આવકમાં પણ ધીમે ધીમે વધારો થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો પર શનિ દેવની વિશેષ કૃપા રહી શકે છે. કરિયરમાં સકારાત્મક બદલાવ આવવાની સંભાવના છે. વિદેશથી નોકરીની ઓફર આવી શકે છે. ઘર અને પરિવારમાં ખુશીઓનો માહોલ છવાઈ શકે છે અને જીવનમાં સ્થિરતા વધશે.
ધનુ રાશિ
આ રાશિના જાતકોના કામની પ્રસંશા થશે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળી શકશે. કાર્યસ્થળે નવી તક મળી શકે. અટકેલા કામ પૂરા થાય તેવા સંકેત છે. આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે.
કુંભ રાશિ
આ રાશિના સ્વામી શનિદેવ પોતે છે. તેથી તેમના માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. સૌથી મોટી ખુશખબરી એ છે કે, સાડાસાતીનો પ્રભાવ આ દિવસે કુંભ રાશિના જાતકો માટે ઘણો ઓછો થઈ જશે. આ સમયગાળામાં જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. કરિયરમાં સફળતા મળવાના યોગ છે. નોકરી શોધતા લોકોને નવી તક મળશે. સમાજમાં માન-સન્માન વધે તેવી પણ શક્યતા છે.




