શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ બંધ, વાહનચાલકો માટે વિકલ્પ માર્ગ જાહેર



શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ બંધ, વાહનચાલકો માટે વિકલ્પ માર્ગ જાહેર



અમદાવાદ
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ રાખવામાં આવશે. તારીખ 19 થી 28 માર્ચ સુધી બપોરે અને રાત્રીના સમયે અંડરબ્રિજ બંધ રીપેરિંગ કામગીરીના પગલે બ્રિજ બંધ રાખવાનો નિ્ર્ણય લેવામાં આવ્યો છે.
શાહીબાગ અંડરબ્રિજ તા.19 થી 28 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મુજબ રેલવે ટ્રેકની કામગીરીના બદલે આ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના કારણે વાહન ચાલકોને શિલાલેખથી રિવરફ્રન્ટનો ઉપોયગ કરવાનો રહેશે.
અંડરબ્રિજ બપોરે 12 થી 5 અને રાત્રીના સમયે આ અંડર બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવશે.
આ કારણે શાહીબાગ વિસ્તારમાં ટ્રાફિક પર અસર પડશે અને રોજિંદા મુસાફરી કરતા લોકો માટે વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરવો જરૂરી બનશે. ખાસ કરીને, શિલાલેખથી રિવરફ્રન્ટ તરફનો માર્ગ વાહનચાલકો માટે મુખ્ય વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકશે.. ટ્રાફિક વિભાગ દ્વારા વાહનચાલકોને આગોતરા આયોજન કરીને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે જેથી અનાવશ્યક ટ્રાફિક જામ અને વિલંબ ટાળી શકાય.


