Get News Alerts

Never miss breaking news updates.

રણવીર સિંહની 'ધુરંધર  2'એ કરી છપ્પરફાડ કમાણી

રણવીર સિંહની 'ધુરંધર  2'એ રચ્યો ઈતિહાસ, પહેલા જ દિવસે બોલિવૂડની તમામ ફિલ્મોના તોડી નાખ્યા રેકોર્ડ,કમાણી જાણી ચોંકી જશો
Admin
AdminUpdated on: 20 Mar 2026 09:17 AM IST
રણવીર સિંહની 'ધુરંધર  2'એ કરી છપ્પરફાડ કમાણીરણવીર સિંહની 'ધુરંધર  2'એ કરી છપ્પરફાડ કમાણી

   

     રણવીર સિંહની 'ધુરંધર  2'એ  ઈતિહાસ રચી દીધો છે , 'ધુરંધર  2 એ રિલીઝના પહેલા જ દિવસે 100 કરોડનો આંકડો પાર કરી,આ ફિલ્મે બોલિવૂડની તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.એટલું જ નહીં આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 236 કરોડની જોરદાર કમાણી કરી છે કે પહેલા દિવસે જે છપ્પરફાડ કમાણી કરીછે એની સામે  'જવાન',પુષ્પા 2,એનિમલ'પઠાણ' જેવી ટોપ ફિલ્મો આની સામે ફીકી લાગી રહી છે.આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ,અર્જુન રામપાલ, સંજય દત્ત અને આર માધવન,યામી ગૌતમ,દાનિશ ઇકબાલ  તેમજ ઘણા નવા અને રસપ્રદ ચહેરાઓએ આ ફિલ્મમાં જીવ ફૂંકી દીધો છે. આ ફિલ્મે માત્ર ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં કમાણીના નવા બેન્ચમાર્ક સેટ કર્યા છે.વાત કરીએ અત્યાર સુધીના આંકડાઓ (માર્ચ 20, 2026 સુધી) મુજબ ફિલ્મનું કલેક્શન નીચે મુજબ છે:
 
બોક્સ ઓફિસ કલેક્શન (પહેલા દિવસના અંદાજિત આંકડા)

ઈન્ડિયા નેટ (Day 1) ₹102.55 કરોડ
પેઇડ પ્રિવ્યૂ (Wednesday) ₹43.00 કરોડ
ભારતમાં કુલ નેટ કલેક્શન ₹145.55 કરોડ
વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન ₹236.63 કરોડ

   ધુરંધર  2 એ તેની પહેલી ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 5 ડિસેમ્બર, 2025 ના રોજ  રિલીઝ થયેલી ધુરંધર  ફિલ્મે તેના પહેલા દિવસે આશરે ₹28 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ ₹13 બિલિયનની કમાણી કરી હતી.આ ફિલ્મે શાહરુખ ખાનની 'જવાન' અને 'પઠાન' ના રેકોર્ડ તોડી  સૌથી મોટી હિન્દી ઓપનર મૂવી બની છે.₹236 કરોડથી વધુના ગ્લોબલ ઓપનિંગ સાથે આ ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનર્સમાંની ફિલ્મોમાંથી એક બની ગઈ છે. રિલીઝના એક દિવસ પહેલા રાખવામાં આવેલા શો દ્વારા ₹43 કરોડ કમાઈને આ ફિલ્મે નવો ઈતિહાસ રચ્યો છે.

   ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે વીકેન્ડ (શનિ-રવિ) સુધીમાં આ ફિલ્મ ₹500 કરોડનો આંકડો આસાનીથી પાર કરી લેશે. રણવીર સિંહનો ડ્યુઅલ રોલ અને આદિત્ય ધરનું શાર્પ ડાયરેક્શન પ્રેક્ષકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ રહ્યું છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.