Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં CMની હાજરીમાં ‘ધબકારો’ ફિલ્મનું પોસ્ટર લોન્ચ

મુખ્યમંત્રીએ ફિલ્મની ટીમને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે ગુજરાતી સિનેમા સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે અને આવી નવી ફિલ્મો રાજ્યની સંસ્કૃતિ અને કળાને વધુ મજબૂત બનાવે છે. તેમણે ફિલ્મ “ધબકારો”ની સફળતા માટે શુભકામનાઓ આપી અને દર્શકોનો સારો પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 Apr 2026 03:35 PM IST
ગાંધીનગરમાં CMની હાજરીમાં ‘ધબકારો’ ફિલ્મનું પોસ્ટર લોન્ચગાંધીનગરમાં CMની હાજરીમાં ‘ધબકારો’ ફિલ્મનું પોસ્ટર લોન્ચ

ગાંધીનગર ખાતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ યોજાયો હતો, જેમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સહઉપસ્થિતિમાં આવનારી ગુજરાતી ફિલ્મ “ધબકારો”નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો, નિર્માતા-દિગ્દર્શકો તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીએ ફિલ્મની ટીમને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે ગુજરાતી સિનેમા સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે અને આવી નવી ફિલ્મો રાજ્યની સંસ્કૃતિ અને કળાને વધુ મજબૂત બનાવે છે. તેમણે ફિલ્મ “ધબકારો”ની સફળતા માટે શુભકામનાઓ આપી અને દર્શકોનો સારો પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરી.

કાર્યક્રમ દરમિયાન ફિલ્મની ટીમે પોતાના અનુભવો શેર કર્યા અને દર્શકો માટે એક સારો મનોરંજનાત્મક અને સંદેશાત્મક ફિલ્મ રજૂ કરવાની ખાતરી આપી. આ પોસ્ટર લોન્ચ સાથે ફિલ્મને લઈને ઉત્સુકતા વધી ગઈ છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.