Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતમાં રોજ 50થી વધુ EV બુક, ભવિષ્યમાં વધુ માગની આગાહી

યુદ્ધની સ્થિતિ વચ્ચે પહેલા ગેસના બાટલાની અછત અને પેટ્રોલ અને ડિઝલના અછતના ખોટા અફવાના લીધે કાલથી લોકો 4 થી 5 કલાક સુધી પેટ્રોલ પંપ ઉપર લાઈનમાં ઉભા રહે છે. તેને લઈને લોકો હવે EV તરફ વળ્યા છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી રોજ 50 EV બુક થઈ રહ્યા છે. જેનુ મુખ્ય કારણ છે. કે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. પર્યાવરણને અનુકુળ હોય તે માટે રોજની 50 EV ગુજરાતમાં બુક થઈ રહી છે.
Admin
AdminUpdated on: 25 Mar 2026 02:02 PM IST
ગુજરાતમાં રોજ 50થી વધુ EV બુક, ભવિષ્યમાં વધુ માગની આગાહીગુજરાતમાં રોજ 50થી વધુ EV બુક, ભવિષ્યમાં વધુ માગની આગાહી

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી પેટ્રોલ અને ગેસની અછત સામાન્ય લોકોને પરેશાન થઈ રહ્યા છે. પહેલા ગેસ સિલેન્ડરની લાઈનમાં લોકો લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેતા હતા. હવે તે જ પરિસ્થિતિ પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે, બે દિવસથી પેટ્રોલ અને ડિઝલની અછતના ખોટી અફવાઓના કારણે જ્યાં લોકોએ 4 થી 5 કલાક સુધી પેટ્રોલ પંપ  પર લાઈનમાં ઉભા રહી પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે રાહ જોઈ છે.

આ પરિસ્થિતિને જોઈને લોકો હેરાન અને પરેશાન થઈ ગયા છે, અને હવે તેઓ ઇલેક્ટ્રિક વાહનો (EV) તરફ વળવા લાગ્યા છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં રોજ લગભગ 50 EVના વાહનો બુક થઈ રહ્યા છે. લોકો માટે આ વલણનો મુખ્ય કારણ એ છે કે EV ઇલેક્ટ્રિકથી ચાલે છે અને તેમના ખર્ચે ઓછું આવે છે. સાથે જ, સરકાર દ્વારા EV ખરીદવા માટે સબસિડી આપવામાં આવી રહી છે.

ગુજરાત સરકાર દ્વારા ટૂ-વ્હીલર EV પર 20 હજાર, થ્રી-વ્હીલર પર 50 હજાર અને ફોર-વ્હીલર EV પર 1.50 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે. વિશ્લેષકો કહે છે કે ભવિષ્યમાં EV પર માંગ વધવાની આશા છે, કારણ કે લોકો પરંપરાગત ઈંધણની અછતથી દબાણ અનુભવતા છે.

રાજ્યમાં લોકોનું વલણ હળવા ખર્ચ અને પર્યાવરણને અનુકૂળ વાહનો તરફ વળવાની દિશામાં સ્પષ્ટ છે. સરકાર અને ઉદ્યોગો પણ EV ઉદ્યોગને વધારવા માટે વિવિધ સ્કીમ્સ અને પ્રોત્સાહન આપી રહ્યા છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.