Get News Alerts

Never miss breaking news updates.

માત્ર રણવીર જ નહીં, આ 7 સ્ટાર્સે પણ 'ધુરંધર 2'ને બનાવી બ્લોકબસ્ટર

બોક્સ ઓફિસ પર 'ધુરંધર 2' નું તોફાન,યામી ગૌતમનો સરપ્રાઈઝ કેમિયો,રણવીરનો સ્વેગ. જાણો શું છે હમઝાની અસલી ઓળખ અને કરાચીનું મિશન
Admin
AdminUpdated on: 20 Mar 2026 08:38 AM IST
માત્ર રણવીર જ નહીં, આ 7 સ્ટાર્સે પણ 'ધુરંધર 2'ને બનાવી બ્લોકબસ્ટરમાત્ર રણવીર જ નહીં, આ 7 સ્ટાર્સે પણ 'ધુરંધર 2'ને બનાવી બ્લોકબસ્ટર

  આદિત્ય ધરની જાસૂસી થ્રિલર 'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું છે! રણવીર સિંહના પાવર-પેક્ડ પર્ફોર્મન્સની સાથે, આ સાત કલાકારોએ ફિલ્મમાં પ્રાણ ફૂંકી દીધા છે. 

ફિલ્મમાં ચાર ચાંદ લગાવનાર સ્ટાર્સમાં યામી ગૌતમ: 'શાઝિયા બાનો'ના  સરપ્રાઈઝ કેમિયોએ થિયેટરમાં સીટીઓ વગડાવી દીધી.

સુવિન્દર પાલ: 'કોહરા' ફેમ આ એક્ટરે બ્રિગેડિયરના રોલમાં સ્ક્રીન પર પોતાનો દબદબો બતાવ્યો.

મધુરજીત સરઘી, ઉદયબીર સંધુ અને ભાષા સુમ્બાલી: આ કલાકારોએ પોતાના દમદાર અને ધારદાર અભિનયથી વાર્તાને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધી છે.

      આ સિવાય તો રણવીરનો સ્વેગ અને આ  સિતારાઓની જુગલબંધીએ 'ધુરંધર 2' ને વર્ષની સૌથી વિસ્ફોટક હિટ બનાવી દીધી છે!

આર. માધવન: અજય સાન્યાલ તરીકે જે IB ચીફ અને અજીત ડોભાલથી પ્રેરિત પાત્ર છે. તે ફિલ્મનો માસ્ટરમાઇન્ડ છે.

સંજય દત્ત: એસપી ચૌધરી અસલમ તરીકે. એક એવો પોલીસ ઓફિસર જે 'ડેવિલ' જેવો ખતરનાક છે.

અર્જુન રામપાલ: મેજર ઈકબાલ તરીકે, જે આ વખતે ફિલ્મનો મુખ્ય વિલન અને આતંકી નેટવર્કનો આકા છે.

અક્ષય ખન્ના: રહેમાન ડકૈત તરીકે (ફ્લેશબેક સીન્સમાં), જેમણે પહેલા ભાગમાં ધૂમ મચાવી હતી.

સારા અર્જુન: રણવીરની પત્ની 'યાલીના' તરીકે, જેના પાત્રમાં બીજા ભાગમાં મોટો વળાંક આવે છે.

રાકેશ બેદી: જમીલ જમાલી તરીકે (પાકિસ્તાની નેતા), જેમનો અસલી ચહેરો ફિલ્મમાં સૌથી મોટો ધડાકો કરે છે.


       વાત કરીએ આ ફિલ્મની સ્ટોરીની તો,આ ફિલ્મમાં ખુલાસો થાય છે કે રણવીર સિંહ એટલે કે હમઝા અલી મઝારી ખરેખર એક ભારતીય સેનાનો કેડેટ જસકીરત સિંહ રંગી છે, જેનું આખું કુટુંબ એક ષડયંત્રમાં હોમાઈ ગયું હતું.હમઝા  પાકિસ્તાનના કરાચીમાં 'શેર-એ-બલોચ' તરીકે ઓળખાય છે.તેનો ટાર્ગેટ 26/11 ના હુમલાના માસ્ટરમાઇન્ડ અને 'બડે સાહબ' (દાઉદ ઇબ્રાહિમ) ના નેટવર્કને ખતમ કરવાનો છે.આ ફિલ્મમાં સૌથી મોટો ટ્વિસ્ટ છે જમીલ જમાલી (રાકેશ બેદી) છેલ્લા 50 વર્ષથી પાકિસ્તાનમાં રહી રહેલા એક ભારતીય જાસૂસ છે! તે હમઝાને બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.આ ફિલ્મ રિયલ લાઈફ કનેક્શન બતાવે છે.આ ફિલ્મની સ્ટોરીમાં નોટબંધી અને પાકિસ્તાનની અંદર ચાલી રહેલી ગેંગવોરને એવી રીતે વણી લેવામાં આવી છે કે તમને બધું જ સાચું લાગવા માંડે.

AUTHOR
Admin

Admin

Author details are not available.