Get News Alerts

Never miss breaking news updates.

સાણંદ-વિરમગામ હાઈવે પર ભીષણ આગ: છારોડી પાસેના ભંગારના ગોડાઉનમાં લાખોનો સામાન ખાખ

સાણંદ વિરમગામ હાઈવે ઉપર આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આગ લાગી ત્યારે ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લેવા માટે પ્રયાસ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. આગ એટલી ભંયકર હતી કે તેના ધુમાડા દુર દુર સુધી દેખાતા હતા. જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 Apr 2026 01:03 PM IST
સાણંદ-વિરમગામ હાઈવે પર ભીષણ આગ: છારોડી પાસેના ભંગારના ગોડાઉનમાં લાખોનો સામાન ખાખસાણંદ-વિરમગામ હાઈવે પર ભીષણ આગ: છારોડી પાસેના ભંગારના ગોડાઉનમાં લાખોનો સામાન ખાખ

સાણંદ: સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલ છારોડી ગામ પાસે આજે એક ભંગારના (સ્કેપ) ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાની વિગતો:
મળતી માહિતી મુજબ, છારોડી ગામની સીમમાં કિર્લોસ્કર બ્રધર્સ કંપનીની બાજુમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ફાયર વિભાગની કામગીરી:
આગની જાણ થતા જ સાણંદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા સેવાઈ રહી છે. સદભાગ્યે આગ લાગી ત્યારે ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.