Get News Alerts

Never miss breaking news updates.

ગોવામાં ભગવા વસ્ત્રો ઉતારી મમતા કુલકર્ણીએ બતાવ્યો ગ્લેમરસ અવતાર

સાધ્વી લુકને કહી 'અલવિદા', સોશિયલ મીડિયા પર છવાયો મમતા કુલકર્ણીનો ગ્લેમરસ અવતાર!
Admin
AdminUpdated on: 20 Mar 2026 11:00 AM IST
ગોવામાં ભગવા વસ્ત્રો ઉતારી મમતા કુલકર્ણીએ બતાવ્યો ગ્લેમરસ અવતારગોવામાં ભગવા વસ્ત્રો ઉતારી મમતા કુલકર્ણીએ બતાવ્યો ગ્લેમરસ અવતાર

     90ના દાયકાની સૌથી બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડી છે. ગયા વર્ષે કુંભના મેળામાં ભગવા વસ્ત્રો અને હાથમાં માળા સાથે દેખાયેલી મમતા હવે અચાનક મોર્ડન લુકમાં જોવા મળતા ફેન્સ દંગ રહી ગયા છે. 'કરણ-અર્જુન' ફેમ આ મમતાએ આધ્યાત્મિકતાનો રસ્તો છોડી ફરી ગ્લેમરની દુનિયામાં પગ મૂક્યો હોય તેવું લાગે છે.

ગોવા ટ્રિપ બદલાયો મિજાજ!
મમતા કુલકર્ણીના લુકમાં આવેલું આ પરિવર્તન કોઈ ફિલ્મી ટ્વિસ્ટથી ઓછું નથી. જે ઝડપે ઋતુઓ બદલાય, તે જ ઝડપે મમતાએ પોતાનો 'સાધ્વી અવતાર' ત્યાગી દીધો છે. વાયરલ થઈ રહેલા લેટેસ્ટ વીડિયોમાં મમતા કોઈ સંયાન્સી નહીં, પણ એક સ્ટાઇલિશ દીવા જેવી લાગે છે.મમતા પોતાની 'ગર્લ ગેંગ' સાથે ગોવામાં ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે.

મહાકુંભથી માસ્ટરશેફ સુધીની સફર
ગયા વર્ષે મમતાએ પોતાને "યમાઈ મમતા નંદગિરિ" જાહેર કરી હતી. કુંભ મેળામાં દૂધથી સ્નાન કરતી અને તપસ્યા કરતી મમતાને જોઈને લોકોએ માની લીધું હતું કે તે હવે ક્યારેય ગ્લેમર વર્લ્ડમાં પાછી નહીં આવે. તેને કિન્નર અખાડાના 'મહામંડલેશ્વર' પણ બનાવવામાં આવ્યા હતા, જે મોટો વિવાદ બન્યો હતો.

  પણ હવે, શાંતિ અને તપસ્યા છોડીને મમતા ફરી કેમેરા સામે આવી રહી છે. તાજેતરમાં તે રસોઈ શો 'માસ્ટર શેફ 3' ના સેટ પર મહેમાન તરીકે પણ જોવા મળી હતી, જે તેના કમબેકની સાઇન છે એવું લાગી રહ્યું છે. 

AUTHOR
Admin

Admin

Author details are not available.