ITC નર્મદા હોટેલમાં સેન્ડવિચમાં જીવાત મળી, AMCએ ₹15 હજારનો દંડ ફટકાર્યો



ફાઈલ ફોટો
ITC નર્મદા હોટેલમાં સેન્ડવિચમાં જીવાત મળી, AMCએ ₹15 હજારનો દંડ ફટકાર્યો



ફાઈલ ફોટો
અમદાવાદ અમદાવાદના ITC નર્મદા હોટેલમાં સર્વ કરવામાં આવેલા સેન્ડવિચમાં જીવાત મળ્યાનો મામલો સામે આવ્યો છે. એક નાગરિક દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
AMCની ટીમે હોટેલના ફૂડ પ્રીપેરેશન વિસ્તાર અને હાઇજીન વ્યવસ્થાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હોટેલ પાસે માન્ય અને અપડેટેડ FSSAI લાયસન્સ ઉપલબ્ધ હતું. તેમજ પેસ્ટ કંટ્રોલનું સર્ટિફિકેટ પણ સમયસર અપડેટ થયેલું હતું, જે નિયમિત મેન્ટેનન્સ દર્શાવે છે.
તપાસકર્તાઓએ વધુમાં નોંધ્યું કે કિચનમાં વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ યોગ્ય રીતે જાળવવામાં આવી રહી હતી અને સ્વચ્છતા સહિતના અન્ય ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું હતું. છતાં પણ આ ઘટનાને લઈને ફૂડ બિઝનેસ ઓપરેટર (FBO) સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
AMC દ્વારા નોટિસ ફટકારી ₹15,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા વધુ સાવચેતી રાખવા હોટેલ સંચાલનને સૂચના આપવામાં આવી છે.

