Get News Alerts

Never miss breaking news updates.

જગદીશ વિશ્વકર્માએ અમરેલીમાં કાર્યકર્તા સાથે મુલાકાત: સંગઠન મજબૂત બનાવવાનો સંદેશ

અમરેલી ખાતે આજે ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અમિતભાઈ રાજપરાના નિવાસ્થાને જઈને તેમના પરિવાર સાથે મુલાકાત સાથે સાથે તેમના ઘરે જઈને નાસ્તો પણ કર્યો હતો. તેમનું મહ્ત્તવનું ઉદ્દેશ્ય એ છેકે તેમને આવનારા કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરી હતી. અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને તેમનો અભિપ્રાય ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 15 Apr 2026 03:01 PM IST
જગદીશ વિશ્વકર્માએ અમરેલીમાં કાર્યકર્તા સાથે મુલાકાત: સંગઠન મજબૂત બનાવવાનો સંદેશજગદીશ વિશ્વકર્માએ અમરેલીમાં કાર્યકર્તા સાથે મુલાકાત: સંગઠન મજબૂત બનાવવાનો સંદેશ

અમરેલી અમરેલી ખાતે આજે એક આત્મીય મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ અમિતભાઈ રાજપરાના નિવાસસ્થાને જઈ તેમની સાથે તેમજ પરિવારજનો સાથે શુભેચ્છા મુલાકાત સાથે સાથે તેમના ઘરે જઈને નાસ્તો પણ કર્યો હતો.

મુલાકાત દરમિયાન કાર્યકર્તાઓ અને તેમના પરિવારજનો દ્વારા મળેલા સ્નેહભર્યા આવકારને ખાસ મહત્વ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જણાવાયું હતું કે કાર્યકર્તાઓના નિવાસે મળતો આવો પ્રેમ અને લાગણી જ સતત કાર્ય કરવાની ઊર્જા પૂરી પાડે છે અને સંગઠનને વધુ મજબૂત બનાવે છે.

આ સાથે સ્થાનિક મુદ્દાઓ, સંગઠનના વિકાસ અને આવનારા કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા, જેને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા હતા.

મુલાકાત દરમિયાન પરિવારજનો સાથે હળવા માહોલમાં સંવાદ યોજાયો હતો, જેમાં પરસ્પર વિશ્વાસ અને જોડાણને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રકારની મુલાકાતોથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થતો હોવાનું પણ જણાયું હતું.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.