57 વર્ષની ઉંમરે જેડી મજેઠીયાએ કર્યા ફરી લગ્ન, 30 વર્ષ પછી પૂર્ણ થયું સપનું



57 વર્ષની ઉંમરે જેડી મજેઠીયાએ કર્યા ફરી લગ્ન, 30 વર્ષ પછી પૂર્ણ થયું સપનું



ટેલિવિઝન જગતના જાણીતા અભિનેતા, નિર્માતા અને નિર્દેશક જેડી મજેઠીયાએએ પોતાની જીવનકથા એવી રીતે લખી છે કે જે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. કીચડી’માં હિમાંશુનું પાત્ર ભજવી તેઓ ઘરેઘરે લોકપ્રિય બન્યા હતા. હવે તેમણે 57 વર્ષની ઉંમરે ફરી લગ્ન કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે.
જેડી મજેઠિયાએ 29 વર્ષ પછી ફરી હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન કોર્ટ મેરેજ હતા. આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે તેમણે પોતાની પત્ની નીપા મજેઠિયા સાથે જ ફરીથી લગ્ન કર્યા છે.
જેડી અને નીપાની પ્રેમકથા લગભગ 30 વર્ષ જૂની છે. 11 માર્ચે બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. તે સમયે જેડી તેમના કરિયરના શરૂઆતના સંઘર્ષમાં હતા અને થિયેટરમાં કામ કરતા હતા. લગ્ન પછી તેઓ આશીર્વાદ લેવા મથુરા ગયા અને ત્યારબાદ થોડા જ દિવસોમાં અમેરિકા જવું પડ્યું. વ્યસ્તતા અને સમયના અભાવે તેઓ ક્યારેય પરંપરાગત રીતે લગ્ન કરી શક્યા નહોતા.
નીપાના મનમાં હંમેશા પરંપરાગત લગ્ન કરવાની ઇચ્છા રહી હતી, જેને હવે 30 વર્ષ પછી જેડીએ પૂર્ણ કરી છે.
આ ખાસ પ્રસંગને યાદગાર બનાવવા માટે તેમની દીકરીઓ કેસર અને મિશ્રીએ મોટું આયોજન કર્યું હતું. તેમણે પોતાના માતા-પિતા માટે બેચલર પાર્ટીનું પણ આયોજન કર્યું, જે 30 વર્ષ પહેલા શક્ય બન્યું નહોતું. દીકરીઓનો આ પ્રેમ અને સમર્પણ સમગ્ર સમારોહને ભાવુક બનાવી ગયો.
જેડી મજેઠિયાનું આ પગલું સમાજને એક સુંદર સંદેશ આપે છે કે સંબંધોને તાજા રાખવા માટે ખાસ પ્રસંગોની રાહ જોવાની જરૂર નથી, પરંતુ પ્રસંગોને જ ખાસ બનાવવાના હોય છે. એક મુલાકાતમાં જેડીએ જણાવ્યું હતું કે તેમણે આ નિર્ણય પોતાની પત્નીની લાંબા સમયથી રહેલી ઇચ્છા પૂર્ણ કરવા માટે લીધો છે.




