Get News Alerts

Never miss breaking news updates.

વડોદરામાં વધતી ગરમીને લઇને પોલીસનો મહત્વનો નિર્ણય

વડોદરા ગરમીને લઈને વડોદરા પોલીસે ખાસ પ્રકારની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. વડોદરામાં બપોરના સમયે ટ્રાફિક સિંગ્નલ બપોરના સમયે બંધ રાખવામાં આવશે. અને ટ્રાફિક પોલીસને ખાસ પ્રકારની કીટ આપવામાં આવશે જેના કારણે કીટના અંદર એસી હેલ્મેટ, સનસ્ક્રીન જેવી વસ્તુઓ આપવામાં આવશે. તેના કારણે ટ્રાફિક પોલીસને મોટી રાહત મળશે.
Admin
AdminUpdated on: 19 Mar 2026 03:40 PM IST
વડોદરામાં વધતી ગરમીને લઇને પોલીસનો મહત્વનો નિર્ણયવડોદરામાં વધતી ગરમીને લઇને પોલીસનો મહત્વનો નિર્ણય

વડોદરામાં ગરમીનો પ્રકોપ વધવાને લીધે  વડોદરા પોલીસે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે વડોદરામાં બપોરના સમયે ટ્રફિક સિંગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને ટ્રાફિક પોલીસને ગરમી ના લાગે તેના કારણે ખાસ પ્રકારની કીટ પણ આપવામાં આવી છે. વડોદરા પોલીસે નાગરિકોને સલાહ આપવામાં આવી છે. કારણવગર બપોરના સમયે કામ સિવાય બહારન જવાની સુચના આપવામાં આવી છે.

ભારત અને ગુજરાતભરમાં ગરમી પ્રકોપ ચાલુ થઈ ગયો છે. જેને લઈને ગરમીથી બચવા માટે  વડોદરા પોલીસે  એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે  બપોરના સમયે ચાર રસ્તા ઉપર આવેલા ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે.  જેના કારણે લોકોને ગરમીમાં સહનના કરવી પડે. તેની સાથે જે ટ્રાફિક પોલીસ જવાન છે તેમને આ વર્ષે ખાસ પ્રકારની એક કીટ આપવામાં આવી છે. જેના અંદર  વિશેષ સાધનો રહેશે, જેમ કે એસી હેલ્મેટ, ઓઆરએસ, પાણીની બોટલ, સનસ્ક્રીન લોશન, ગોગલ્સ, છત્રી તથા જેકેટ અને ફોલ્ડિગવાળી ખુરશીઓ આપવામાં આવી છે. જેના કારણે ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત મળી શકે.
વડોદરા પોલીસે નાગરિકો માટે પણ સુચના આપવામાં આવી છે. કે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધવાના કારણે કોઈ મહત્ત્તવનું કામ હોય તો જ ઘરની બહાર જવુ તેવી સલાહ આપી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.