Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં BRTS ટ્રેક પર ભયાનક અકસ્માત: મોપેડ ચાલકનું ઘટનાસ્થળે મોત

જશોદાનગર થી સીટીએમ બીઆરટીએસ કોરીડોરમાં આજે સવારે ગંભીર અકસ્માત થયો હતો. મોપેડ ચાલક કોરીડોરમાં બાઈક ચલાવી રહ્યો હતો. ત્યારે તેની પાછળથી આવતી બીઆરટીએસે જોરદાર ટક્કર મારી હતી. તેના કારણે મોપેડ ચાલકને માથા ઉપર ગંભીર અકસ્માત થયો હતો. તેથી તેને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ વાતની જાણ ટ્રાફિક પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Admin
AdminUpdated on: 20 Mar 2026 12:24 PM IST
અમદાવાદમાં BRTS ટ્રેક પર ભયાનક અકસ્માત: મોપેડ ચાલકનું ઘટનાસ્થળે મોતઅમદાવાદમાં BRTS ટ્રેક પર ભયાનક અકસ્માત: મોપેડ ચાલકનું ઘટનાસ્થળે મોત

 

અમદાવાદમાં જશોદાનગર થી સીટીએમ  તરફ જતા બીઆરટીએસ કોરીડોરમાં મોપેટમાં ભયાનક અકસ્માત થયો છે. મોપેડ ચાલક બીઆરટીએસના ટ્રેકના અંદર ઘુસતા તેની પાછળથી આવતી બીઆરટીએસે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. તેમાં મોપેડ ચાલક ઘટના પર ગંભીર રીતે ઈજા પહોંચી હતી તેથી તેને નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતોય . આ વાત જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો.અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજે સવારે બીઆરટીએસ કોરીડોરમાં જોરદાર અકસ્માત થયો હતો. જશોદાનગરથી સીટીએમ તરફ જતા બીઆરટીએસ કોરીડોરમાં મોપેટ ચાલક બાઈક ચલાવી રહ્યો હતો. તેવામાં પાછળથી આવતા  બીઆરટીએસ પાછળથી જોરદાર ટક્કર મારતા મોપેડ ચાલક 60 ફૂટ સુધી ઢસડાતા મોપેડ ચાલક બીઆરટીએસના આગળના ટાયર નીચે આવી ગયુ હતુ અને મોપેડ ચાલક માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.  માથા ઉપરથી લોહીલુહાણ થઈ ગયો હતો. તેવામાં  આ ઘટનાની જાણ આસપાસના લોકોને થઈ તેવો તાત્કાલિક તેમની મદદ દોડી આવ્યા હતા. અને 108ને ફોન કરી તેને સારવાર ખાતે લઈ જતા પહેલા મોપેટ ચાલકને ઘટના સ્થળ પર મોત થયુ હતુ.

બીઆરટીએસ કોરીડોરમાં કોઈપણ પ્રકારના વાહનોને પ્રવેશ હોતો નથી તો પણ મોપેડ ચાલક બીઆરટીએસ કોરીડોરમાં પ્રવેશ કર્યો હતો. ત્યાના નાગરિકો સાથે વાત કરતા તેમને કહ્યુ હતુ કે મોપેડ  ચાલકે હેલ્મેટ પણ પહેરેલુ હતુ નહીં. તેના કારણે મોપેડ ચાલકનો જીવ  બચાવા માટે લોકો ત્યા તાત્કાલિક દોડી આવ્યા હતા. અને સારવાર ખાતે હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. 

આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.  તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.