ગાંધીનગરમાં ડભોડીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી



ગાંધીનગરમાં ડભોડીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી



ગાંધીનગરમાં આવેલા પૌરાણિક ડભોડીયા હનુમાનજી મંદિરે પૂનમ અને હનુમાન જયંતી અવસર પર ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ મંદિર 1000 વર્ષ જૂનું મંદિર છે. અહી ભક્તો હનુમાન દાદા ઉપર તેલનો અભિષેક કરીને બાધા પૂરી કરે છે. આ મંદિરે દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત અને બહારથી લોકો દર્શન કરવા મટે આવતા હોય છે. પુનમ અને હનુમાન જયંતીના અસવર પર આજે તેલના ડબ્બાઓથી અભિષેક, શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવશે. 12 વાગ્યે ભવ્ય શોભાયાત્રા નિકળશે.
આજે સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને સમગ્ર હનુમાન દાદાના મંદિરોમાં સવારથી ભીડ જોવા મળી રહી છે. તેવામાં ગાંધીનગર ખાતે આવેલા સુપ્રસુદ્ધ મંદિર ડભોડીયા હનુમાનજી મંદિર જે 1000 વર્ષ જૂનું મંદિર છે. અહી દરરોજ હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. ખાસ કરીને આજે તો પૂનમ અને હનુમાનં જયંતી લઈને સવારથી જ મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. હનુમાન જયંતી લઈને મંદિર તરફથી ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
ડભોડીયા મંદિર તરફથી આજે હનુમાન દાદાને 2500 થી વધારે તેલના ડબ્બાથી અભિષેક કરવામાં આવશે તેની સાથે સાથે જે લોકો મંદિરમાં દર્શન કરવા આવશે તેમના માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો દર્શન કરવા આવે છે. તેમને પાર્કિગની અવ્યવસ્થાન સર્જાય તે માટે પાર્કિંગ પોઈન્ટની પણ સુવિધા કરવામાં આવી છે. 12 વાગે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. આરતી પછી 151 કિલોની કેક કાપવામાં આવશે.




