Get News Alerts

Never miss breaking news updates.

શોકગ્રસ્ત ગુજરાતી રંગભૂમિ: 'દયાબેન' અને 'સુંદરલાલ' ના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે લાંબી બીમારી બાદ આજે નિધન થયુ છે. જેના કારણે સમગ્ર ગુજરાત રંગભૂમિ શોકગ્રસ્ત છે. ભીમ વાકાણી માત્રે એક અભિનેતા જ નહી પરંતુ સારા દિગ્દર્શક પણ હતા. તેમને રંગભૂમિ ટીવી અને સિનેમા ત્રણ જગ્યાએ પોતાની અભિયનની કળા બતાવી હતી.
Admin
AdminUpdated on: 07 Apr 2026 12:12 PM IST
શોકગ્રસ્ત ગુજરાતી રંગભૂમિ: 'દયાબેન' અને 'સુંદરલાલ' ના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધનશોકગ્રસ્ત ગુજરાતી રંગભૂમિ: 'દયાબેન' અને 'સુંદરલાલ' ના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન

ગુજરાતી નાટ્યજગતના દિગ્ગજ કલાકાર અને લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દિશા વાકાણી (દયાબેન) તથા મયુર વાકાણી (સુંદરલાલ) ના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી રંગભૂમિ અને ટીવી જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

રંગભૂમિમાં અમૂલ્ય પ્રદાન
ભીમ વાકાણી માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ એક કુશળ નાટ્યકાર અને દિગ્દર્શક પણ હતા. તેમણે રંગભૂમિ, ટીવી અને સિનેમા ત્રણેય માધ્યમોમાં પોતાની અભિનય કળાનો પરિચય આપ્યો હતો. ખાસ વાત એ છે કે, પુત્રી દિશા વાકાણીએ તેમના જ દિગ્દર્શન હેઠળ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

'તારક મહેતા...' સાથેનો નાતો ભીમ વાકાણીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પણ અભિનય કર્યો હતો. તેઓ આ સિરિયલમાં ચંપકલાલ ગડાના મિત્ર 'માવજી છેડા' ના યાદગાર રોલમાં જોવા મળ્યા હતા.

"અમારા પરિવારને આજે ખૂબ મોટી ખોટ પડી છે. ભીમ વાકાણીએ મને હંમેશા યોગ્ય માર્ગદર્શન આપ્યું છે." - આસિત કુમાર મોદી (નિર્માતા)

કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ દિલીપ જોષીએ (જેઠાલાલ) દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભીમ વાકાણીએ અસંખ્ય નાટકોમાં કામ કર્યું હતું અને તેઓ પોતાની પુત્રી દિશા પ્રત્યે અત્યંત લાગણીશીલ હતા. મયુર વાકાણીએ સોશિયલ મીડિયા દ્વારા પિતાના અવસાનની અધિકૃત જાણકારી આપી હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.