Get News Alerts

Never miss breaking news updates.

યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

આ સંસ્કૃત મહાવિદ્યાલય માત્ર શૈક્ષણિક સંસ્થા નહીં, પરંતુ સનાતન જ્ઞાન અને વૈદિક પરંપરાને ઉજાગર કરતું પવિત્ર "ચેતના કેન્દ્ર" બનશે. અહીંથી પ્રાપ્ત જ્ઞાન વિદ્યાર્થીઓને શાસ્ત્રજ્ઞાની સાથે રાષ્ટ્ર નિર્માણના સશક્ત સંવાહક બનાવશે. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, સંસ્કૃત ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રાણ છે.
Admin
AdminUpdated on: 04 Apr 2026 02:43 PM IST
યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાયાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

સાબરકાંઠા:  મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા.

મુખ્યમંત્રીનો ઉદ્દઘાટન સમયે ઉલ્લેખ: આ સંસ્કૃત મહાવિદ્યાલય માત્ર શૈક્ષણિક સંસ્થા નહીં, પરંતુ સનાતન જ્ઞાન અને વૈદિક પરંપરાને ઉજાગર કરતું પવિત્ર "ચેતના કેન્દ્ર" બનશે.
અહીંથી પ્રાપ્ત જ્ઞાન વિદ્યાર્થીઓને શાસ્ત્રજ્ઞાની સાથે રાષ્ટ્ર નિર્માણના સશક્ત સંવાહક બનાવશે. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, સંસ્કૃત ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રાણ છે.

ઉલ્લેખનીય છે કે, ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સદધર્મ સમાજસેવા રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.

ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રીએ સંકુલનું નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નવી પેઢીને આધુનિક શિક્ષણની સાથે આપણી પ્રાચીન વૈદિક પરંપરાનું જ્ઞાન મળે તે અત્યંત જરૂરી છે. મૂડેટીની આ પાઠશાળા ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં પાયાનું કામ કરી રહી છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ સંકુલ આવનારા સમયમાં જ્ઞાનનું મહત્વનું કેન્દ્ર બનશે.

 

 

AUTHOR
Admin

Admin

Author details are not available.