Get News Alerts

Never miss breaking news updates.

પ્રાંતિજ નગરપાલિકાના રાજીનામું આપેલા 15 કોર્પોરેટરોના કમલમમાં ધામા, ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન

ગાંધીનગરઃ સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ભડકાની આગ કમલમ પહોંચી છે. પ્રાંતિજ નગરપાલિકાના રાજીનામા આપેલા ભાજપના 15 કોર્પોરેટર કમલમ પહોંચ્યા છે. ત્યારે પ્રદેશ નેતાગીરીના નેતાઓએ હાલ સમજાવટથી વિરોધની આગ ઠારવાના પ્રયાસ હાથ ધર્યા છે.
Admin
AdminUpdated on: 02 Jun 2026 08:18 PM IST
પ્રાંતિજ નગરપાલિકાના રાજીનામું આપેલા 15 કોર્પોરેટરોના કમલમમાં ધામા, ડેમેજ કંટ્રોલનો પ્રયત્નપ્રાંતિજ નગરપાલિકાના રાજીનામું આપેલા 15 કોર્પોરેટરોના કમલમમાં ધામા, ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન

ગાંધીનગરઃ સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ભડકાની આગ કમલમ પહોંચી છે. પ્રાંતિજ નગરપાલિકાના રાજીનામા આપેલા ભાજપના 15 કોર્પોરેટર કમલમ પહોંચ્યા છે. ત્યારે પ્રદેશ નેતાગીરીના નેતાઓએ હાલ સમજાવટથી વિરોધની આગ ઠારવાના પ્રયાસ હાથ ધર્યા છે.

તમામ કોર્પોરેટરની ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલની હાજરીમાં બેઠક યોજવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ બેઠકમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યાની મનમાની સામે કોર્પોરેટર્સે રાજીનામા આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષથી મહિલા નગરપાલિકાના પ્રમુખ સત્તા પર છે.

પ્રમુખને તાત્કાલિક બદલવા માગ
પ્રમુખ પતિના કથિત વહીવટ અને જોહુકમી સામે લાંબા સમયથી સળગી રહેલો રોષ આખરે સામુહિક રાજીનામા સ્વરૂપે ફાટી નીકળ્યો હતો. તમામ નારાજ સભ્યોનો એક જ સૂર છે કે નગરપાલિકાના પ્રમુખને તાત્કાલિક બદલવામાં આવે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.