અમદાવાદના કાલુપુર બજારમાં આગ, 20 ગાડીઓ ઘટના સ્થળ પર લોકોમાં ભયનો માંહોલ



અમદાવાદના કાલુપુર બજારમાં આગ, 20 ગાડીઓ ઘટના સ્થળ પર લોકોમાં ભયનો માંહોલ



અમદાવાદમાં કાલુપુરના રેવડી બજારમાં માર્કેટમાં ભીષણમાં આગ લાગી હતી. આગ લાગતા આસપાસના લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના સ્થળ 9 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રેવડી બજારમાં આજે અચનાક આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ લાગતા જ ત્યાના સ્થાનિક લોકોએ ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી. આગ એટલી વિકરાટ હતી કે ઘટના સ્થળ પર 9 ગાડી પહોંચી ગઈ હતી. અને આગ પર કાબૂ મેળવવા નો પ્રયાસ કરી કર્યો હતો.
આગ લાગતાની સાથે જ આસપાસની દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યા આશરે 50 થી વધારે દુકાનો આવેલી છે. આગ લાગવાની કારણે દુકાનમાં રહેલા લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. અને આસપાસના વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. આગ ક્યા કારણ સર લાગી છે. તેની તપાસ હાલ ચાલુ છે.




