વેરાવળ પાસે પેકેજિંગ કંપનીમાં આગ, લાખોનું નુકસાન, જાનહાનિ ટળી



વેરાવળ પાસે પેકેજિંગ કંપનીમાં આગ, લાખોનું નુકસાન, જાનહાનિ ટળી



વેરાવળ : વેરાવળ નજીક રીબડા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી એક પેકેજિંગ કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, અને તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉનાળાની શરૂઆત સાથે જ આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં આજે રીબડા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી ઓમ પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ અંદર કામ કરતા કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે તેનો ધુમાડો દૂર સુધી દેખાતો હતો, જેના કારણે આસપાસની અન્ય કંપનીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.
ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગને કાબૂમાં લઈ વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગ કાબૂમાં આવતા સ્થાનિક લોકો અને ઉદ્યોગકારોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ બનાવમાં કંપનીમાં રાખેલો લાખો રૂપિયાનું માલસામાન બળી ને ખાખ થઈ ગયો છે. સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલ પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

