Get News Alerts

Never miss breaking news updates.

સુરતના લાલદરવાજા ડાયમંડ હોટલમાં આગ, કોઈ મોટી જાનહાની નહી

સુરતમાં લાલદરવાજા ડાયમંડ હોટલમાં બપોરે અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આગ પર કાબૂ મેળવા માટે 7 ગાડી ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં હોટલની અંદર રહેલા લાખો રૂપિયાની ચીઝ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. પણ કોઈપણ પ્રકારની જાનહાની થઈ હતી નહી.
Admin
AdminUpdated on: 19 Mar 2026 04:17 PM IST
સુરતના લાલદરવાજા ડાયમંડ હોટલમાં આગ, કોઈ મોટી જાનહાની નહીસુરતના લાલદરવાજા ડાયમંડ હોટલમાં આગ, કોઈ મોટી જાનહાની નહી

સુરતમાં આવેલા લાલદરવાજા ડાયમંડ હોટલમાં અચનાક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગ એટલી વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ આગ બૂઝાવા માટે ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને આગ પર કાબ મેળવી લીધો હતો.

ઉનાળા શરૂ થતાની સાથે જ આગ લાગવાના બનાવો દિવસે દિવસે વધતા જતા હોય છે. કાલે અમદાવાદમાં કાલુપુરમાં કપડાની દુકાનોમાં આગ લાગી હતી. અને  આજે સુરતમાં આવેલા લાલદરવાજા ડાયમંડ હોટલમાં આગ લાગી હતી. 5માં માળે આવેલી હોટલમાં અચાનક આગ લાગી હતી. આ હોટલમાં 10 જેટલા પ્રવાસીઓ હજાર હતા પરંતુ સમચ સૂચકતા તેમને તાત્કાલિક હોટલની બહાર સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. આગ લાગતાની સાથે ફાયર વિભાગની ફોન કરવામાં આવ્યો હતો ને ઘટના સ્થળ પર 6 ફાયર વિભાગની ગાડીઓ  હાજર હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.

આગ લાગાવની સાથે હોટલની અંદર રહેલા લાખો રૂપિયાના માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.  આગ કેમ લાગી તેની તપાસ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.