ઓપરેશન સિંદૂર' પર ફિલ્મની જાહેરાત કરવામાં આવી



ઓપરેશન સિંદૂર' પર ફિલ્મની જાહેરાત કરવામાં આવી



રણવીર સિંહની ફિલ્મ ધુરંધર-2 બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી રહી છે. આ ફિલ્મે ભારતમાં આશરે 600 કરોડ અને વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો છે, જેના કારણે બોલિવૂડમાં નવા ટ્રેન્ડની શરૂઆત જોવા મળી રહી છે. આ સફળતાની અસર રૂપે હવે વાસ્તવિક ઘટનાઓ પરથી આધારિત ફિલ્મોની જાહેરાતો વધી રહી છે.
આ દરમિયાન ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને પ્રોડ્યુસર ભૂષણ કુમારએ નવી ફિલ્મ ઓપરેશન સિંદૂરની જાહેરાત કરી છે. આ ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ કેજીએસ ટાઈની ધિલ્લોનના પુસ્તક Operation Sindoor: The Untold Story of India’s Deep Strikes Inside Pakistan પર આધારિત રહેશે.
વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ફિલ્મ માટે વ્યાપક સંશોધન કરવામાં આવ્યું છે અને તેમાં ભારતીય સશસ્ત્ર દળોની મદદ લેવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ માત્ર મનોરંજન માટે નહીં પરંતુ વાસ્તવિકતા દર્શાવવા માટે બનાવવામાં આવશે.
આ ફિલ્મ પહલગામ આતંકવાદી હુમલા પછીની પરિસ્થિતિ અને સુરક્ષાના મુદ્દાઓને ઉજાગર કરશે. ‘ધુરંધર-2’ની સફળતાએ ઇન્ડસ્ટ્રીમાં દેશભક્તિ અને વાસ્તવિક ઘટનાઓ આધારિત ફિલ્મો તરફનો ઝુકાવ વધુ મજબૂત કર્યો છે.




