મિડલ ઇસ્ટ તણાવને કારણે ચારધામ યાત્રા પર અસર!



AI Image
મિડલ ઇસ્ટ તણાવને કારણે ચારધામ યાત્રા પર અસર!



AI Image
ઉત્તરાખંડ: ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે ઉત્તરાખંડની આર્થિક દ્રષ્ટિએ મહત્વની ગણાતી ચારધામ યાત્રા પર આ વર્ષે અસર જોવા મળી રહી છે. છેલ્લા વર્ષે યાત્રાના આરંભિક દિવસોમાં 17 લાખથી વધુ શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન થયા હતા, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 11,07,841 શ્રદ્ધાળુઓએ જ નોંધણી કરાવી છે. આ ઘટેલું ઉત્સાહ પર્યટન ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બન્યું છે.
ટ્રાવેલ ઓપરેટરો અને હોટલ ઉદ્યોગ પણ મુશ્કેલીમાં છે. વૈશ્વિક તણાવ અને વધતા ઈંધણના ભાવને કારણે ઘણા ટ્રાવેલ ઓપરેટરો એડવાન્સ બુકિંગ લેવાનું ટાળી રહ્યા છે. હોટલ ઉદ્યોગમાં પણ નવા બુકિંગ અટકી ગયા છે અને જૂના બુકિંગ ‘હોલ્ડ’ પર મૂકવામાં આવ્યા છે. તેને લઈને હોટલોમાં આ વર્ષે ખાસુ એવુ નુકશાન જોવા મળશે. તેના કારણે ઉદ્યોગો ઠપ થવાની કગાર પર આવી ઉભી રહી છે.
આ વર્ષે ચારધામના કપાટ ખુલવાની તારીખો નીચે મુજબ છે: ગંગોત્રી અને યમુનોત્રી ધામ: 19 એપ્રિલ, 2026 (અક્ષય તૃતીયા)
બદ્રીનાથ ધામ: 23 એપ્રિલ, 2026 સવારે 6:15 વાગ્યે (ગયા વર્ષ કરતાં 11 દિવસ વહેલું)
શ્રદ્ધાળુઓ માટે ત્રણ સરળ રજીસ્ટ્રેશન વિકલ્પો ઉપલબ્ધ છે: સત્તાવાર વેબસાઇટ: registrationandtouristcare.uk.gov.in
મોબાઇલ એપ્લિકેશન: Tourist Care Uttarakhand એપ ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન
યોગ્ય માહિતી ભરીને યાત્રા પાસ જનરેટ કરી શકાશે ઉત્તરાખંડ સરકાર એ શ્રદ્ધાળુઓને સમયસર રજીસ્ટ્રેશન કરવા અને સફરની તૈયારી પહેલા જ પકડવાની સલાહ આપી છે.




