દ્વારકામાં આદિ શંકરાચાર્યની 2533મી જન્મજયંતિ ઉજવણી, શારદા પીઠાધીશ્વરનો સંદેશ



દ્વારકામાં આદિ શંકરાચાર્યની 2533મી જન્મજયંતિ ઉજવણી, શારદા પીઠાધીશ્વરનો સંદેશ



દ્વારકા: જગદગુરુ આદિ શંકરાચાર્યની 2533મી જન્મજયંતિ નિમિત્તે દ્વારકા નગરીમાં ભક્તિમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શારદાપીઠ ખાતે પૂજ્ય પાદુકાઓનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું, જ્યારે Dwarkadhish Templeના શિખર પર વિશેષ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર અવસરે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય Swami Sadanand Saraswatiએ સમસ્ત સનાતન ધર્મીઓને આશીર્વચન પાઠવ્યા હતા.
શંકરાચાર્ય મહારાજે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, જ્યારે વૈદિક ધર્મ અનેક વૈચારિક દ્રંદ્વ અને ગેરસમજોમાં ઘેરાયો હતો, ત્યારે કેરળના કલાડી ખાતે આદિ શંકરાચાર્યજીનું પ્રગટીકરણ થયું હતું. માત્ર આઠ વર્ષની વયે તેમણે વેદોનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ સંન્યાસ ધારણ કરીને સમગ્ર ભારતવર્ષનો પદયાત્રા દ્વારા પ્રવાસ કર્યો હતો.
તેમણે દેશની ચારેય દિશામાં મઠોની સ્થાપના કરીને ભારતને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતાના સૂત્રમાં બાંધવાનો અજોડ પ્રયાસ કર્યો હોવાનું પણ ઉમેર્યું હતું.




