Get News Alerts

Never miss breaking news updates.

બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલનો સંદેશ: શાંતિ, અહિંસા અને કરુણાના માર્ગે ચાલવાનો સંકલ્પ કરીએ

બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમસ્ત નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે ભગવાન બુદ્ધે માનવજાતને શાંતિ, અહિંસા અને કરુણાનો શાશ્વત સંદેશ આપ્યો છે, જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 May 2026 12:16 PM IST
બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલનો સંદેશ: શાંતિ, અહિંસા અને કરુણાના માર્ગે ચાલવાનો સંકલ્પ કરીએબુદ્ધ પૂર્ણિમા નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલનો સંદેશ: શાંતિ, અહિંસા અને કરુણાના માર્ગે ચાલવાનો સંકલ્પ કરીએ

બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલનો સંદેશ: શાંતિ, અહિંસા અને કરુણાના માર્ગે ચાલવાનો સંકલ્પ કરીએ

બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમસ્ત નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે ભગવાન બુદ્ધે માનવજાતને શાંતિ, અહિંસા અને કરુણાનો શાશ્વત સંદેશ આપ્યો છે, જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભગવાન બુદ્ધના ‘અપ્પ દીપો ભવ’ મંત્ર દ્વારા માણસને પોતાનો પ્રકાશ બનવાની પ્રેરણા મળે છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતની ધરતી બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસતથી સમૃદ્ધ રહી છે. વડનગરથી લઈને ખંભાલીડા સુધીના ઐતિહાસિક અવશેષો આ સમૃદ્ધ પરંપરાના સાક્ષી છે.

અંતમાં તેમણે આ પાવન દિવસે સૌને ભગવાન બુદ્ધના સંદેશોને જીવનમાં ઉતારીને શાંતિ અને માનવતા માટે કાર્ય કરવાની અપીલ કરી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.