Get News Alerts

Never miss breaking news updates.

ભાવનગર: મહુવામાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Bhavnagar Rain: ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં માત્ર એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને અનેક વિસ્તારોમાં લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Admin
AdminUpdated on: 04 Jul 2026 08:24 PM IST
ભાવનગર: મહુવામાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાભાવનગર: મહુવામાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Bhavnagar Rain: ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં માત્ર એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને અનેક વિસ્તારોમાં લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેરના જનતા પ્લોટ, બગીચા ચોક, નૂતનનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખીને મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ સ્થળ પર પહોંચી વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.

ચીફ ઓફિસરે ડ્રેનેજ વિભાગના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપી પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી શરૂ કરાવી હતી. પરાક્રમસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે, વરસાદી પાણીના નિકાલ માટે સતત કામગીરી ચાલી રહી છે, પરંતુ ગટરોમાં પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય કચરો ફસાઈ જતાં પાણીના વહેણમાં અવરોધ સર્જાય છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, શહેરની તમામ ગટરોની સફાઈ અને ગાળ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી આગામી દિવસોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઘટાડી શકાય.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.