9 વર્ષ બાદ ભારતી-હર્ષના સંબંધમાં પડી તિરાડ? કહ્યું - અમે સાથે નહીં રહી શકીએ...



9 વર્ષ બાદ ભારતી-હર્ષના સંબંધમાં પડી તિરાડ? કહ્યું - અમે સાથે નહીં રહી શકીએ...



Bharti Singh: કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ હંમેશા એક ક્યૂટ કપલની લિસ્ટમાં આવે છે. પોતાના અંદાજથી ભારતીએ અનેક લોકોનું દિલ જીત્યું છે. ત્યારે યૂટ્યુબ બ્લોગ્સના માધ્યમથી ભારતી સતત લાઇફ અપડેટ આરતી રહે છે. થોડા સમય પહેલાં એક એવો વીડિયો મૂક્યો હતો, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેમણે નિવેદનમાં પોતાના અને હર્ષ વિશે વાત કરી છે અને કહ્યુ હતુ કે, હવે મને ઇરિટેશન થઈ રહ્યું છે... તો ચાલો જાણીએ સમગ્ર મામલો...
ભારતી સિંહે વ્લોગમાં કહ્યું છે કે, ‘દોસ્તો હવે હું હર્ષ સાથે નહીં રહી શકું, એવી બહુ બધી વસ્તુઓ છે જે મને પરેશાન કરવા લાગી છે. હર્ષની હરકતોને કારણે હવે મને પરેશાની થાય છે અને જલદી અલગ થવાનો નિર્ણય લઈશું.’
આ સાથે જ તેમણે કહ્યું કે, આવી વાતો ન્યૂઝ ચેનલવાળા તેમના વિશે ચલાવે છે, જે તદ્દન ખોટી છે. લોકો આજકાલ વ્યૂઝ મેળવવા માટે કંઈપણ કરતા હોય છે. ભારતીએ કહ્યું કે, જે લોકો આવી વાતો કરે છે, તે ખૂબ જ ફની છે, તમારા લોકોની આવી હરકતોથી મને હસવું આવે છે.
આ સાથે જ ભારતીએ ટ્રોલર્સને સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે, અલગ! કદાચ અમે મરીશું તો પણ અલગ નહીં થઈએ. હંમેશા સાથે રહ્યા હતા અને રહીશું.




