Get News Alerts

Never miss breaking news updates.

મોંઘવારીનો વધુ એક ઝટકો! CNGના ભાવમાં વધારો

અદાણી સીએનજીએ આજે સવારે સીએનજીમાં 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો સીએનજીના ભાવમાં વધારો નોંધાયો છે. તો ભવિષ્યમાં રીક્ષાના ભાડામાં પણ વધારો નોંધાશે તેની સીધી અસર તેની સીધી અસર રોજબરોજ રીક્ષામાં મુસાફરી કરતા લોકો ઉપર પડવ પડશે. તેના કારણે રીક્ષા ડ્રાઈવરો અને સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ અમદાવાદમાં નવો ભાવ જોવા જઈએ તો 83.77 પ્રતિ કિલો નવો ભાવ છે.
Admin
AdminUpdated on: 03 Apr 2026 06:35 AM IST
મોંઘવારીનો વધુ એક ઝટકો! CNGના ભાવમાં વધારોમોંઘવારીનો વધુ એક ઝટકો! CNGના ભાવમાં વધારો

ફાઈલ ફોટો

અમદાવાદ :અત્યારે વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે તેની સીધી અસર સામાન્ય માનવી પર પડી રહી છે. તેવામાં દરેક વસ્તુઓના  ભાવમાં  વધારો નોંધાયો છે. તેવી રીતે આજે અદાણીએ સીએનજીમાં પણ પોતાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સીએનજીમાં 1.50 રૂપિયાનો વધારો નોધાતા રિક્ષાઓના ભાડામાં પણ વધારો નોધવાની શક્યતા રહેલી છે. તેની સીધી અસર રોજ બરોજ જે લોકો રિક્ષા પર મુસાફરી કરી રહ્યા છ.તેના પર પડશે. તેના કારણે લોકોમાં  અને રિક્ષા ડ્રાઈવરોમાં 
રોષ જોવા મળી રહ્યું છે.

વિશ્વમાં યુદ્ધના કારણે અત્યારે એલપીજીને લઈને લોકો લાઈનમાં ઉભા રહે છે. જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓમાં ભારેખમ વધારો નોંધાયો છે. એલપીજી ગેસ લોકોને સહેલાઈથી મળી રહ્યા નથી. અને તેવામાં આજે સવારે અદાણીએ સીએનજીમાં ભાવમાં વધારો નોંધાતા રિક્ષા ડ્રાઈવરો સાથે સાથે તેમા રોજ મુસાફરી કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અદાણી સીએનજીએ આજે 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેની અસર સીધી સામાન્ય વ્યક્તિ ઉપર પડશે.

શહેર મુજબ સીએનજીના નવા ભાવ નીચે મુજબ છે:
અમદાવાદ: ₹83.77 પ્રતિ કિલો
વડોદરા: ₹82.10 પ્રતિ કિલો
ખેડા: ₹82.86 પ્રતિ કિલો
નવસારી: ₹84.45 પ્રતિ કિલો

અમદાવાદ જેવા વિસ્તારોમાં હજારોની સંખ્યામાં રિક્ષાઓ દોડી રહી છે. તેના કારણે મોટી સંખ્યામાં લોકો રીક્ષામાં મુસાફરી કરી રહ્યા છે. તેવામાં રિક્ષા ડ્રાઈવરોએ કહ્યુ હતુ કે જો સીએનજીના ભાવમાં વધારો નોંધાયો છે. તો આગામી સમયમાં ભાડામાં વધવાની શક્યતા રહેલી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.