હર્ષવર્ધન રાણેની ‘યુનિફોર્મ’ ફિલ્મમાં અનિલ કપૂરની એન્ટ્રીની શક્યતા



હર્ષવર્ધન રાણેની ‘યુનિફોર્મ’ ફિલ્મમાં અનિલ કપૂરની એન્ટ્રીની શક્યતા



મુંબઇ: હર્ષવર્ધન રાણે અને મિલાપ ઝવેરીની જોડીતાનો જાદુ ફરી જોવા મળશે. બંનેએ પહેલા ‘એક દીવાને કી દીવાનિયત’માં સાથે કામ કર્યું હતું અને હવે હર્ષવર્ધન રાણે નવી ફિલ્મ ‘યુનિફોર્મ’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને લગતી તાજી માહિતી અનુસાર, બોલીવૂડના સ્ટાર અનિલ કપૂરને આ ફિલ્મમાં પોલીસ ઓફિસરના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે.
ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અને આકાંક્ષા શર્મા મુખ્ય ભૂમિકામાં હશે. ‘યુનિફોર્મ’નું શૂટિંગ મે ૨૦૨૬માં શરૂ થવાનું છે. જો કે, અનિલ કપૂરની એન્ટ્રી અંગે સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. આ ફિલ્મમાં તેમના જોડાણને લઈ બોલીવૂડમાં ઉત્સાહ વધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અનિલ કપૂરે પોતાની પાંચ દાયકાની લાંબી ફિલ્મી કારકિર્દીમાં સાત વખત પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. તેમની અનુભવસંપન્ન છબી અને સ્ક્રીન પ્રેઝન્સ ‘યુનિફોર્મ’માં નવી જશ્ન અને અસર ઉમેરશે તેવી અપેક્ષા છે. ફિલ્મના મેકર્સ હાલમાં ફિલ્મની સ્ટોરી, શૂટિંગ શેડ્યૂલ અને અન્ય કાસ્ટ પર કામ કરી રહ્યા છે.
ફિલ્મ પ્રેક્ષકો માટે ખાસ આકર્ષણ બની શકે છે, કારણ કે હર્ષવર્ધન રાણે, આકાંક્ષા શર્મા અને અનિલ કપૂરના સંયોજન સાથે ફિલ્મને સફળ થવાની શકયતા વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.




