વિશાખાપટ્ટનમ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 1600° C ઓગળેલું સ્ટીલ માથે પડતાં 8 લોકોના મોત



વિશાખાપટ્ટનમ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 1600° C ઓગળેલું સ્ટીલ માથે પડતાં 8 લોકોના મોત



Andhra Pardesh News: સોમવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડમાં (વિઝાગ સ્ટીલ પ્લાન્ટ) થયેલા અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેન દ્વારા પરિવહન કરવામાં આવતી ડોલમાંથી અત્યંત ગરમ પીગળેલું લોખંડ અચાનક કામદારો પર પડી જતાં આ ઘટના બની હતી.
પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત સમયે પીગળેલા સ્ટીલનું તાપમાન આશરે 1,600 ડિગ્રી સેલ્સિયસ હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો હતો અને તમામ સંબંધિત વિભાગોને સંકલન કરવા અને રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો.
અકસ્માત બાદ પ્લાન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કામદારો જીવ બચાવવા માટે દોડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ત જ સ્ટીલ પ્લાન્ટના અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ સર્કલ ઇન્સ્પેકટર કેશવ રાવના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.




