Get News Alerts

Never miss breaking news updates.

અખિલેશ યાદવની મમતા બેનર્જી સાથે મુલાકાત, શાલ ઓઢાડતા કહ્યુ - તમે હાર્યા નથી, સારું લડ્યાં

Akhilesh Yadav Meets Mamata Banerjee: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો પછી અખિલેશ યાદવ બંગાળ પહોંચ્યા છે. ત્યાં તેમણે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. બંગાળમાં 15 વર્ષના ટીએમસી શાસનનો અંત અને ભાજપની જંગી જીત પછી આ તેમની પહેલી મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન અખિલેશે કહ્યું કે, દીદી હંમેશા ભાજપ માટે કાંટો રહી છે. અખિલેશ માને છે કે, ભલે આ વખતે સંખ્યા તેમના પક્ષમાં ન હોય, મમતા બેનર્જી એક યોદ્ધાની જેમ લડ્યાં છે.
Admin
AdminUpdated on: 07 May 2026 07:15 PM IST
અખિલેશ યાદવની મમતા બેનર્જી સાથે મુલાકાત, શાલ ઓઢાડતા કહ્યુ - તમે હાર્યા નથી, સારું લડ્યાંઅખિલેશ યાદવની મમતા બેનર્જી સાથે મુલાકાત, શાલ ઓઢાડતા કહ્યુ - તમે હાર્યા નથી, સારું લડ્યાં

Akhilesh Yadav Meets Mamata Banerjee: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો પછી અખિલેશ યાદવ બંગાળ પહોંચ્યા છે. ત્યાં તેમણે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. બંગાળમાં 15 વર્ષના ટીએમસી શાસનનો અંત અને ભાજપની જંગી જીત પછી આ તેમની પહેલી મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન અખિલેશે કહ્યું કે, દીદી હંમેશા ભાજપ માટે કાંટો રહી છે. અખિલેશ માને છે કે, ભલે આ વખતે સંખ્યા તેમના પક્ષમાં ન હોય, મમતા બેનર્જી એક યોદ્ધાની જેમ લડ્યાં છે.

મમતા બેનર્જી પોતે અખિલેશ યાદવનું સ્વાગત કરવા માટે ગેટ પર આવ્યા હતા, જ્યારે તેમના ભત્રીજા અભિષેક બેનર્જીએ તેમનું સ્વાગત કર્યું હતું. મીટિંગ દરમિયાન અખિલેશ યાદવે મમતા બેનર્જીને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું અને કહ્યું કે, ‘દીદી, તમે હાર્યા નથી.’ અખિલેશે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીની હિંમતની પ્રશંસા કરતા કહ્યું કે, ‘તમે જે રીતે ચૂંટણી લડ્યાં તે ખરેખર પ્રશંસનીય છે.’

બેઠક પછી અખિલેશ યાદવે શું કહ્યું?
મીડિયા સાથે વાત કરતા અખિલેશે કહ્યું કે, દીદી ભાજપની આંખોમાં કાંટો છે. કારણ કે, તે અડધી વસતિનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપમાં સામંતવાદી માનસિકતા છે, તેના સાથીઓ પુરુષ રાષ્ટ્રવાદી છે. આ લોકો મહિલાઓને પ્રગતિ કરતી જોવા માગતા નથી. મેં આ ચૂંટણીને ખૂબ નજીકથી જોઈ છે. ભાજપે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો અને તેનું વલણ આશ્ચર્યજનક છે. ભાજપે બંગાળમાં જે કર્યું, તે યુપીમાં જે કર્યું તેના કરતાં ઓછું હતું. બંગાળમાં તેનું પરીક્ષણ થયું હતું. તેમણે કહ્યું કે, ભાજપ જે રીતે કામ કરે છે તે અરાજકતા ફેલાવે છે. ચૂંટણી પછી એવું કહેવામાં આવ્યું હતું કે, સુરક્ષા દળોની ઘણી કંપનીઓ અહીં રહેશે. તેઓ સુરક્ષા સંભાળશે. હવે તે કંપનીઓ ક્યાં છે?

બંગાળ વિધાનસભાનું પરિણામ શું આવ્યું?
પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપે તેમાં ઐતિહાસિક જીત મેળવીને 207 સીટ જીતી હતી. આ જીત સાથે જ ભાજપે બે તૃતીયાંશ કરતાં વધુ બહુમતી મેળવી લીધી છે અને બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષીય શાસનનો અંત આણ્યો છે. બીજી તરફ, મમતા બેનર્જીની પાર્ટી માત્ર 80 સીટ પર સમેટાઈ ગઈ છે. આ હાર પછી મમતા બેનર્જીએ સંપૂર્ણ તાકાત ઇન્ડિયા બ્લોકના ગઠબંધનને મજબૂત કરવામાં લગાવવાનો સંકલ્પ કર્યો છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.