Get News Alerts

Never miss breaking news updates.

શેર બજારમાં રોકાણના નામે 10 કરોડથી વધુની ઠગાઈ, દંપતીની ધરપકડ

Ahmedabad Crime News: શેર બજારમાં રોકાણ કરી ઊંચો નફો અપાવવાની લાલચ આપી 10 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ આચરનાર દંપતીને ઇકોનોમિક ઓફેન્સ વિંગે (EOW) ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપી જવલીન નાયક અને બોસ્કી નાયકની ધરપકડ કરી 21 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
Admin
AdminUpdated on: 17 Jun 2026 09:23 PM IST
શેર બજારમાં રોકાણના નામે 10 કરોડથી વધુની ઠગાઈ, દંપતીની ધરપકડશેર બજારમાં રોકાણના નામે 10 કરોડથી વધુની ઠગાઈ, દંપતીની ધરપકડ

Ahmedabad Crime News: શેર બજારમાં રોકાણ કરી ઊંચો નફો અપાવવાની લાલચ આપી 10 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ આચરનાર દંપતીને ઇકોનોમિક ઓફેન્સ વિંગે (EOW) ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપી જવલીન નાયક અને બોસ્કી નાયકની ધરપકડ કરી 21 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

તપાસ મુજબ, આરોપી દંપતીએ તેમના જ કૌટુંબિક મામા કૌશલ નાયકને શેર બજારમાં રોકાણ કરાવી મોટો નફો અપાવવાનું કહી 5.91 કરોડ રૂપિયા મેળવ્યા હતા. એટલું જ નહીં, કૌશલ નાયકના સંબંધીઓ પાસેથી પણ 4.44 કરોડ રૂપિયા ઉઘરાવી કુલ 10.36 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ આચરી હતી.

આરોપી દંપતી જગતપુર અને ગાંધીનગર વિસ્તારમાં સીએ ફર્મ ચલાવતું હોવાનું સામે આવ્યું છે. ઠગાઈને અંજામ આપવા માટે આરોપીઓએ ફરિયાદીના નામે બોગસ કંપની પણ ઉભી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ફરિયાદી દ્વારા દીકરી માટે અમેરિકા (USA)નો વિઝા મેળવવાના હેતુથી રૂપિયા માંગવામાં આવતા આરોપીઓએ ફરિયાદીના ખાતામાં 50 લાખ રૂપિયા જમા કરાવ્યાની ખોટી બેંક સ્લીપ આપી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા EOWમાં ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ હાલ આરોપીઓએ ઠગાઈથી મેળવેલી રકમ ક્યાં રોકાણ કરી અને અન્ય કોઈ વ્યક્તિને પણ શિકાર બનાવ્યા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.