Get News Alerts

Never miss breaking news updates.

દ્વારકામાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી, સર્વે નંબર 34માં 500+ ચો.મી. જમીન મુક્ત

દ્વારકામાં આજે સવારથી જ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. આશરે 232 ચોરસ મીટર ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. જેના કારણે 93 લાખ રૂપિયાનિ કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. નગર પાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 Apr 2026 12:11 PM IST
દ્વારકામાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી, સર્વે નંબર 34માં 500+ ચો.મી. જમીન મુક્તદ્વારકામાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી, સર્વે નંબર 34માં 500+ ચો.મી. જમીન મુક્ત

 

દ્વારકા દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તેજ બની છે. આજે સવારથી નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વે નંબર 34માં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

મળતી માહિતી મુજબ, આશરે 232 ચોરસ મીટર ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે, જ્યારે કુલ મળીને લગભગ 532 ચોરસ મીટર જમીન મુક્ત કરવામાં આવશે. જેમાં અંદાજે 300 ચોરસ મીટર ધાર્મિક દબાણોનો પણ સમાવેશ થાય છે.

નગરપાલિકા દ્વારા આશરે 93 લાખની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી બનવાની શક્યતા છે.

અગાઉ પણ દ્વારકામાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.