Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ બેવડી હત્યા કેસમાં આરોપીએ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો

બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના આરોપી જીણાભગત ઉર્ફે જીણો ગોહિલે પોલીસ કસ્ટડી દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જાણવા મળ્યું છે કે તેણે વંદા અને મચ્છર મારવાના સ્પ્રે મોઢામાં છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 19 May 2026 01:29 PM IST
રાજકોટ બેવડી હત્યા કેસમાં આરોપીએ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યોરાજકોટ બેવડી હત્યા કેસમાં આરોપીએ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો

રાજકોટ: રાજકોટમાં દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી બેવડી હત્યા કરવાના મામલામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે.

બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના આરોપી જીણાભગત ઉર્ફે જીણો ગોહિલે પોલીસ કસ્ટડી દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જાણવા મળ્યું છે કે તેણે વંદા અને મચ્છર મારવાના સ્પ્રે મોઢામાં છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ કેસમાં આરોપી જીણા ગોહિલ વિરુદ્ધ બીએનએસની કલમ 226 હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ, જીણો ગોહિલે ધરપકડથી બચવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.