Get News Alerts

Never miss breaking news updates.

કપડવંજમાં ATM કાર્ડ બદલી ઠગ ઝડપાયો, 66 કાર્ડ કબજે

ખેડા જિલ્લાના કપડવંજમાં ATMમાં મદદના બહાને સિનિયર સિટીઝન અને મહિલાઓને નિશાન બનાવી કાર્ડ બદલીને છેતરપિંડી કરતો એક શાતિર ઠગ પોલીસના હાથે ઝડપાયો છે. આરોપી પાસેથી 66 જેટલા ATM કાર્ડ કબજે કરવામાં આવ્યા છે, જ્યારે તેના વિરુદ્ધ અગાઉથી અનેક ઠગાઈના કેસ નોંધાયેલા હોવાનું પણ ખુલ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 May 2026 03:55 PM IST
કપડવંજમાં ATM કાર્ડ બદલી ઠગ ઝડપાયો, 66 કાર્ડ કબજેકપડવંજમાં ATM કાર્ડ બદલી ઠગ ઝડપાયો, 66 કાર્ડ કબજે

ખેડા :ખેડા જિલ્લામાં ATM કાર્ડ બદલી સિનિયર સિટીઝન અને મહિલાઓને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરતી ગેંગના એક ઠગને પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, કપડવંજ ટાઉન પોલીસે ધીરજ મોહનલાલ પંચાલ નામના શખ્સને ઝડપી પાડ્યો છે, જે ATMમાં મદદના બહાને લોકો પાસેથી કાર્ડ અને પાસવર્ડ જાણી લઈ કાર્ડ બદલીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેતો હતો. આરોપી ખાસ કરીને સિનિયર સિટીઝન અને મહિલાઓને નિશાન બનાવતો હતો.

પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 66 જેટલા ATM કાર્ડ કબજે કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેના વિરુદ્ધ રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં અગાઉથી 8 જેટલા ઠગાઈના ગુનાઓ નોંધાયેલા છે.

CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આ ઠગને પકડી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.