સુરત સિવિલ હોસ્પિટલની કથળી હાલત પર આપના યુવા નેતા પાયલ સાકરિયાએ BJP સરકારને આડેહાથ લીધી



સુરત સિવિલ હોસ્પિટલની કથળી હાલત પર આપના યુવા નેતા પાયલ સાકરિયાએ BJP સરકારને આડેહાથ લીધી



ગુજરાતની સરકારી હોસ્પિટલો દિવસે દિવસે તેમની હાલત ખરાબ થતી જાય છે. આવુ કહેનાર બીજુ કોઈ નહીં પણ ભાજપના ધારાસભ્ય ખુદ કહે છે. ભાજપના ધારાસભ્યએ કહ્યુ હતુ કે સુરતની સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહે છે. દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવા માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં કોઈ સ્ટાફ નથી દર્દીઓના સગાએ જાતે જ સ્ટ્રેચર પર લઈ જવા મંજબૂર બન્યા છે.આ મુદ્દે આપના યુવા નેતા પાયલ સાકરિયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. સરકાર ફક્ત ખાલી મોટી મોટી વાતો કરી રહી છે. જો ભાજપ સરકાર છેલ્લા 30 વર્ષથી ગુજરાતની રાજ છે. તો પણ આ સરકારના રાજમાં સરકારી હોસ્પિટલોની આવી હાલત છે.
ભાજપ સરકાર છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં પોતાનું શાશન ચલાવી રહી છે. પરંતુ સરકારી હોસ્પિટલોમાં તેની સુવિધાઓ અભાવ જોવા મળી રહી છે. સરકાર ફક્ત પોતાની મોટી મોટી વાતો કરી રહી છે. પરંતુ સરકારી સુવિધાના ફક્ત કાગળ પર હોય તેવુ લાગી રહ્યુ છે. આ વાત બીજુ કોઈ નહીં પરંતુ ભાજપના ધારાસભ્ય ખુદ વિધાનસભામાં કહ્યુ હતુ. કે સુરતની સરકારી હોસ્પિટલમાં સ્ટેચર પર લઈ જવા માટે કોઈ સ્ટાફ નથી દર્દીઓના સગા ખુદ દર્દીને સ્ટેચર પર લઈ જાય છે. ભાજપ સરકાર ખાલી હવાઈ કિલ્લા જેવી વાતો કરે છે.
આ મુદ્દે આપના યુવા નેતા પાયલ સાકરિયાએ વિડિયો મારફતે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી કે ખુદ ભાજપના ધારાસભ્ય પોતાની સરકાર સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે સુરતની સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહી છે. તેમને વધુ કહ્યુ હતુ કે સુરતમાં આરોગ્ય મંત્રી ખુદ સુરતમાં રહે છે તો પણ આવી સુરતની સરકારી હોસ્પિટલની હાલત છે. ગુજરાતના કેટલાક લોકો ગુજરાતની બહાર જઈને પોતાનો ઈલાજ કરાવીને પાછા ગુજરાતમાં આવે છે. એક બાજુ સરકાર લોકો સામે વિકાસની વાતો કરતા હોય છે. ત્યારે બીજી બાજુ સુરતમાં સરકારી હોસ્પિટલોમાં આવા પ્રકારની અસુવિધા જોવા મળી રહી છે. આજે ભાજપ સરકારને 30 વર્ષ થઈ ગયા તો પણ ભાજપ સરકાર આવી સેવા સુધારી શકી નથી.
ખુદ ભાજપના ધારાસભ્ય વિધાનસભામાં જઈને સિવિલ હોસ્પિટલની આવી ખરાબ હાલત છે. તેવુ કહી રહી છે. તો આથી વધુ ભાજપ સરકાર સામે શુ કહી શકાય ? હવે જોવાનું રહેશે કે આ ધારાસભ્યની સરકારી હોસ્પિટલની અસુવિધાની વાત કરી છે. તેના ઉપર કામ કરશે કે તેમની આ વાત દબાવામાં આવશે ?

