Get News Alerts

Never miss breaking news updates.

વડોદરા નર્મદા કેનાલમાં પ્રેમી યુગલે ઝંપલાવ્યું, બંનેના મોત

વડોદરા ખાતે કેનાલમાં એક યુવક અને એક યુવતી કેનાલમાં ઝપલાવતા પોતાનું જીવન ટૂંકાવ્યુ હતુ. તેના કારણે આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેથી તરવૈયાની મદદથી યુગલને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ મૃતકને તાત્કાલિક પોસ્ટમોર્ટમ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. આ યુગલ કોણ હતુ તે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 Apr 2026 04:18 PM IST
વડોદરા નર્મદા કેનાલમાં પ્રેમી યુગલે ઝંપલાવ્યું, બંનેના મોતવડોદરા નર્મદા કેનાલમાં પ્રેમી યુગલે ઝંપલાવ્યું, બંનેના મોત

ફાઈલ ફોટો

વડોદરા: વડોદરા નજીક સરણેજ વિસ્તારમાં નર્મદા કેનાલમાં એક પ્રેમી યુગલે ઝંપલાવતાં બંનેના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, વાઘોડિયા તાલુકાના સરણેજ નજીક નર્મદા કેનાલમાં આજે એક પ્રેમી યુગલે હાથ પર દુપટ્ટો બાંધીને કેનાલમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. હાલ બંનેની ઓળખ અને ઘટનાના કારણ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.