અમરેલીના એક ખેડૂતની અનોખી માંગ : મને ગાંજો વાવવાની પરમિટ આપો!



અમરેલીના એક ખેડૂતની અનોખી માંગ : મને ગાંજો વાવવાની પરમિટ આપો!



અમરેલીના એક ખેડૂતે કૃષિ મંત્રીને પત્ર લખીને પોતાની જમીનમાં ગાંજો વાવવાની પરમિટ આપવાની માંગ કરવામાં આવી છે. તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે ખેતીના વધતા જતા ખર્ચ અને પાકમાં ઘટતા ભાવને લઈને ખેડૂતે પોતાના જમીન પર ગાંજો ઉગાડવાની પરમિટની માગ કરી છે.
થોડા દિવસથી અમેરિલીમાં ખેડૂતના એક પત્રને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. અમેરલીના એક ખેડૂતે પોતાના જમીન ઉપર ગાંજો વાવવાની પરમિટ સરકાર પાસે માંગી છે. તેનુ મુખ્ય કારણ એ છે કે પોતાની જમીન ઉપર કપાસ, તલ, કુંવરી જેવા પાકો ઉગાડવામાં આવે છે. પરંતુ તેનો તેનો બજારમાં જે જોઈએ ભાવ મળતો નથી. અને તેની સામે દવા અને મંજૂરીનો ખર્ચામાં સખત વધારો થયો છે. તેના લીધે ખેડૂતોને જે પ્રકારનો નફો મળવો જોઈએ તે મળતો નથી.
વધુ જણાવતા ખેડૂતે કહ્યુ છે કે 2012માં ડી.એ.પી ખાતરનો ભાવ 450 હતો તે વધીને હવે 1500 રૂપિયા થઈ ગયો છે. તેવી જ રીતે પ્રેટ્રોલ અને ડીઝલનો પણ ભાવ અને મંજૂરીનો ભાવ પણ વધારો નોંધાયો છે. તેના કારણે જે પ્રમાણે વળતર મળવુ જોઈએ તે મળતુ નથી દર વર્ષે ખેડૂતોને ભારે નુકશાન થતુ હોય છે.
ખેડૂતે કહ્યુ કે સરકાર દારુ અને બીજી વસ્તુઓ માટે પરમીટ આપતી હોય તો તેવી જ રીતે મને મારી જમીન ઉપર ગાંજો વાવવાની કાનૂની પરમિટ આપે તો હુ સરકારના તમામ પ્રકારના નિયમ પાલન કરીશ તેવી પત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
અમરેલીના ખેડૂતના આવા પ્રકારના પત્રથી આ વિષય ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂતે કહ્યુ કે જો સરકાર આ મુદ્દે ધ્યાન નહીં આપે તો ખેડૂતે પોતાની જમીન ઉપર ખેતી છોડવા મજબૂર બની જશે. જેના કારણે તેમના આગામી પેઢીઓ ખેતીની વ્યવસાયથી દૂર થઈ જશે.
આ પત્રની નકલ મુખ્યમંત્રી, કલેક્ટર, કૃષિ મંત્રી અને અન્ય સંબંધિત અધિકારીઓને પણ મોકલવામાં આવી છે. ખેડૂતની આ માંગે ચર્ચાનો વિષય ઉભો કર્યો છે અને હવે જોવાનું રહ્યું કે સરકાર આ મામલે શું પગલાં લે છે.




