સુરતના કારખાનમાં આગ લાગતા 2 લોકોના મોત, 11 ઈજા



સુરતના કારખાનમાં આગ લાગતા 2 લોકોના મોત, 11 ઈજા



સુરતમાં એક ઈમારતમાં આગ લાગતા મોટી દુર્ધટના સર્જાઈ છે. એમ્બ્રોઈડરીના કારખાનામાં આગ લાગી હતી આગના કારણે કારખાના અંદર રહેલા એલપીજી ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા કારખાનાના પતરા ઉડતાની સાથે જ ધડાકા ભેર અવાજ આવ્યો હતો. તેની સાથે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો આગ એટલી વિકરાટ હતી કે ઘટના સ્થળ પર 7 ફાયર વિભાગની ગાડી હાજર થઈ ગહી હતી. અને આગ પર કાબૂ મેળવવવા નો પ્રયાસ કર્યો હતો. આગ ક્યા કારણ સર લાગી છે. તેની તપાસ હજુ ચાલુ છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં કાલે મોડી રાત્રે એક એમ્બ્રોઈડરીના કારખાનામાં કોક કારણ સર આગ લાગી હતી આ આગના કારણે 2 લોકોના મોત થયા હતા. અને 11 લોકોને ઈજા થઈ હતી. આગ એટલી વિકરાટ હતી કે જોતજોતામાં આગ સમગ્ર ઈમારતમાં ફેલાઈ ગઈ હતી. અને કારખાનામાં રહેલા એલપીજીના બે સિલિન્ડર વિસ્ફોટ થયો હતો તેની સાથે આસપાસના વિસ્તારમાં ધ્રુજી ઉઠ્યા હતા. અને ત્યાના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને કારખાનાના અંદર રહેલા લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આગના બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી તો તાત્કાલિક 7 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગ પર કાબૂ મેળવવવા નો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે આગમાં 2 લોકોના મોત અને 11 લોકોની ઈજા થઈ હતી. આગ ક્યા કારણ સર લાગી છે. તેની તપાસ ચાલી રહી છે.

