Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં બોર્ડ પરીક્ષા વચ્ચે બોમ્બ ધમકીથી હડકંપ

ધમકી મળતાં જ શાળા સંચાલકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા
Admin
AdminUpdated on: 18 Mar 2026 11:55 AM IST
અમદાવાદમાં બોર્ડ પરીક્ષા વચ્ચે બોમ્બ ધમકીથી હડકંપઅમદાવાદમાં બોર્ડ પરીક્ષા વચ્ચે બોમ્બ ધમકીથી હડકંપ

બોર્ડની પરીક્ષા વચ્ચે આજે અમદાવાદની કેટલીક સ્કુલોને ઈમેલ મારફતે  બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તેવામાં  વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળી રહી છે. અજાણ્યા સ્ત્રોત દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઇલે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓના જીવ અધ્ધર કરી દીધા છે. 

વિધાનસભા બાદ અમદાવાદ શહેરમાં બોર્ડની પરીક્ષાઓ વચ્ચે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અગ્રણી શાળાઓને નિશાન બનાવવામાં આવી છે. મેમનગરની મહારાજા અગ્રસેન સ્કૂલ, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ તેમજ શાંતિ એશિયાટિક સ્કૂલ સહિત અન્ય કેટલીક સંસ્થાઓને સવારના સમયે ઈ-મેઇલ મારફતે ધમકી મળી હતી કે શાળા સંકુલમાં વિસ્ફોટકો મુકવામાં આવ્યા છે.

ધમકી મળતાં જ શાળા સંચાલકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

 વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને તાત્કાલિક વર્ગખંડો ખાલી કરાવવામાં આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસ કમિશનર દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે અને ગભરાય નહીં. શાળાઓમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરીક્ષાની પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જે રાહતના સમાચાર છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.